સાબરકાંઠા: MD ડ્રગ્સ કેસનું કનેક્શન રાજસ્થાનનું ચંદોલી ગામ ખુલ્યું

|

Oct 19, 2021 | 3:06 PM

નોંધનીય છેકે સાબરકાઠા એસઓજીએ ગત 8 ઓક્ટોબરના રોજ હિંમતનગરના પીપલોદી નજીકથી બાતમીને આધારે ડ્રગ્સ ઝડપ્યું હતું. જેમાં રૂપિયા.34.86 લાખના 348.60 ગ્રામ એમડી-મેફેડ્રોન ડ્રગ્સ લઇને નીકળેલ પેડલર ઇરશાદખાન ઐયુબખાન પઠાણને ઝડપ્યો હતો.

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાંથી 11 દિવસ પહેલા એમડી ડ્રગ્સ ઝડપાવાના તાર રાજસ્થાનના ચંદોલી ગામ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ મુંબઈની રેવ પાર્ટી કેસનો એક આરોપી પણ ચંદોલી ગામનો વતની હોવાનું સામે આવ્યું હતું. જેથી એવી આશંકા સેવાઈ રહી છે કે હિંમતનગરના એમડી ડ્રગ્સના આરોપીનું પણ મુંબઈ કનેક્શન બહાર આવ્યું છે. મહત્વનું છે કે 11 દિવસ અગાઉ SOGએ બાતમીના આધારે 34 લાખના MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપ્યો હતો. પોલીસને પેડલર પાસેથી ઝડપાયેલું બાઈક રાજસ્થાન પાર્સિંગનું ચોરીનું હોવાનું જાણવા મળ્યું હતું. તે સમયે પોલીસે હિંમતનગરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જોકે MD ડ્રગ્સ કેસમાં ચંદોલી ગામ સાથે કનેક્શન ધરાવતો આરોપી ઈરફાનખાન નિસારખાન પઠાણ હજુ ફરાર છે. જેને શોધવા પોલીસે એડીચોટીનું જોર લગાવી દીધુ છે.

નોંધનીય છેકે સાબરકાઠા એસઓજીએ ગત 8 ઓક્ટોબરના રોજ હિંમતનગરના પીપલોદી નજીકથી બાતમીને આધારે ડ્રગ્સ ઝડપ્યું હતું. જેમાં રૂપિયા.34.86 લાખના 348.60 ગ્રામ એમડી-મેફેડ્રોન ડ્રગ્સ લઇને નીકળેલ પેડલર ઇરશાદખાન ઐયુબખાન પઠાણને ઝડપી પાડતાં તમામ એજન્સીઓ હરકતમાં આવી હતી. પેડલરે પ્રારંભિક પૂછપરછમાં આ જથ્થો ઇરફાનખાન નિસારખાન પઠાણે આપ્યો હોવાની અને અત્યાર સુધીમાં બે – ત્રણ ટ્રીપ કર્યાની કબૂલાત કરતા બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ હતી. ઇરશાદખાન પઠાણના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ જરૂરી માહિતી ન મળતાં અને મુખ્ય સૂત્રધાર ન પકડાતાં પોલીસે વધુ 4 દિવસના 20 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

Next Video