Sabarkantha: વધુ એક કંપનીએ રોકાણના પૈસા ડૂબાડ્યા, હિંમતનગર પોલીસે સંચાલકો સામે તપાસ હાથ ધરી

|

Feb 03, 2021 | 8:07 AM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ થી દર વર્ષે એક કંપની ઉઠમણું કરી રોકાણકારો સાથે છેતરપિંડી આચરતી આવી રહી છે. હિંમતનગર (Himmatnagar) માં અગાઉના વર્ષોમાં અર્બુદા ક્રેડીટ કો.ઓપરેટીવ એ સ્થાનિક ગ્રાહકો સાથે છેતરપીંડી આચરી હતી.

Sabarkantha: વધુ એક કંપનીએ રોકાણના પૈસા ડૂબાડ્યા, હિંમતનગર પોલીસે સંચાલકો સામે તપાસ હાથ ધરી
File Photo

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે એક કંપની ઉઠમણું કરી રોકાણકારો સાથે છેતરપિંડી આચરતી આવી રહી છે. હિંમતનગર (Himmatnagar) માં અગાઉના વર્ષોમાં અર્બુદા ક્રેડીટ કો.ઓપરેટીવ એ સ્થાનિક ગ્રાહકો સાથે છેતરપીંડી આચરી હતી. બાદમાં તલોદની નમસ્કાર શરાફી મંડળીની હજુ કળ વળી નથી ત્યારે વધુ એક કંપનીએ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી છે. હિંમતનગરમાં શનશાઇન હાઈટેક ઇન્ફ્રાકોન લી. (Sunshine Hi-Tech Infracon Ltd) નામની કંપનીના માલિકોએ હજારો ગ્રાહકોના કરોડો રૂપિયા લઈ ફરાર થઈ ગયા છે. રોકાણકારો એ એક એક રૂપિયો ભેગો કરી આગામી ભવિષ્ય માટે પૈસાનું રોકાણ કરી સારા વળતરની આશા રાખી હતી. પરંતુ ગ્રાહકોએ રાતા પાણીએ રડવાનો વખત આવ્યો છે. એજન્ટો અને ગ્રાહકોએ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી માનસિંહ કહે છે કે, રોકાણ કરેલા પૈસા ડબલ કરવા માટેની યોજના હતી, લગભગ દોઢેક કરોડ રુપિયાનુ રોકાણ કર્યુ હતુ, જેની છેતરપીંડી આચરતા આ અંગે ફરીયાદ દર્જ કરાવી છે.

એક તરફ અગાઉ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરનાર સામે કાર્યવાહી ચાલી રહી છે, ગ્રાહકોને પૈસા પરત મળ્યા પણ નથી, ત્યારે વધુ એક કંપનીએ છેતરપિંડી આચરી છે. હિંમતનગરની શન શાઇન હાઈટેક ઇન્ફ્રાકોન કંપીએ અલગ અલગ લોભામણી સ્કીમો આપી 18 એજન્ટો થકી 1120 જેટલા ગ્રાહકો પાસે એક કરોડ 30 લાખ 96 હજાર રૂપિયાનું રોકાણ કર્યુ હતું. જ્યારે પાકતી મુદતે ગ્રાહકો પૈસા પરત લેવા ઓફિસે પહોંચ્યા ત્યારે કંપનીની ઓફિસમાં ખંભાતી તાળા જોવા મળતા ગ્રાહકોને ધ્રાસકો લાગ્યો હતો. ત્યારે બાદ ગ્રાહકોએ એજન્ટો પાસે ઉઘરાણી કરતા આખરે ગ્રાહકો અને એજન્ટોએ ભેગા મળી કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગ્રાહકો સાથે છેતરપીંડી આચરતા આખરે કંપનીના 6 ડીરેક્ટર સામે ગ્રાહકો અને એજન્ટોએ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. હજુ પણ વધુ ગ્રાહકોના પૈસા ડૂબ્યા હોવાનું બહાર આવી શકે એમ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હિંમતનગર Dy.S.P. કે.એચ.સૂર્યવંશી એ કહ્યુ હતુ કે, આ અંગેની ફરીયાદ નોંધવામાં આવી છે, જેમાં કંપનીના ડિરેકટરો સામે ગુન્હો નોંંધી તપાસ હાથ ધરી છે અને તેમની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી ડિરેક્ટર

1. રમેશચંદ્ર ગણપત નાયક, રહે.૮૧ ગ્રામ છાયાન સેમલ ખાડી, તા.રાણપુર, જિ.જાબુઆ, મધ્યપ્રદેશ.

2. કીશનલાલ બસરામ મેરાવત, રહે.રાઠ ધનરાજ, તા.સંજનગઢ, જિ.બાંસવાડા, રાજસ્થાન.

3. સીમાબેન કોદરભાઇ પટેલ, રહે.પટેલ ફળી મ્યુની.બારો ખેડબ્રહ્મા, સાબરકાઠા.

4. વિભૂતિ ગેહલોત, રહે.પોસ્ટ સોંઘવા, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ.

5. પરમાનંદ છગનલાલ પ્રજાપતિ, રહે.મકાન નં.૬૨, સુભાષ માર્ગ, રાણાપુર, તા.રાણાપુર, જિ.જાબુઆ, મધ્યપ્રદેશ.

6. દીનેશ રવલા ભુરીયા, રહે.ગતાડ, તા.રાણપુર, જિ.જાબુઆ, મધ્યપ્રદેશ.

Next Article