Ranjit Murder Case: ગુરમીત રામ રહીમની સજાનો ચુકાદો અનામત, 18 ઓક્ટોબરના રોજ સંભળાવાશે ચુકાદો

|

Oct 12, 2021 | 5:47 PM

સીબીઆઈ કોર્ટે 8 ઓક્ટોબરે આ કેસમાં ડેરા ચીફ ગુરમીત સિંહ સહિત પાંચ લોકોને દોષિત ઠેરવ્યા હતા અને ચુકાદો બે દિવસ માટે અનામત રાખી, 12 ઓક્ટોબર સુધી મુલતવી રાખ્યો હતો.

Ranjit Murder Case: ગુરમીત રામ રહીમની સજાનો ચુકાદો અનામત, 18 ઓક્ટોબરના રોજ સંભળાવાશે ચુકાદો
gurmeet ram rahim

Follow us on

ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યા અંગે સીબીઆઈની વિશેષ કોર્ટ દ્વારા આજે પંચકુલામાં ચુકાદો સંભળાવવાનો હતો, પરંતુ તેને આજે સુરક્ષિત રાખવામાં આવ્યો છે. આ માહિતી વકીલોએ મોડી સાંજે આપી હતી. આ કેસમાં ગુરમીત રામ રહીમને સજા હવે આગામી 18 ઓક્ટોબરે ફરી સુનાવણી થશે. સીબીઆઈ કોર્ટે 8 ઓક્ટોબરે આ કેસમાં ડેરા ચીફ ગુરમીત સિંહ સહિત પાંચ લોકોને દોષિત ઠેરવ્યા હતા અને ચુકાદો બે દિવસ માટે અનામત રાખી, 12 ઓક્ટોબર સુધી મુલતવી રાખ્યો હતો. સીબીઆઈ કોર્ટ દ્વારા ડેરા સચ્ચા સૌદાના વડાને આજે ત્રીજા કેસમાં સજા થવાની હતી પરંતુ આજે સજા સંભળાવી શકાઈ નથી.

અગાઉ, સાધ્વી જાતીય શોષણ કેસમાં સીબીઆઈ કોર્ટે 25 ઓગસ્ટ 2017 ના રોજ ડેરા વડાને આજીવન કેદની સજા ફટકારી હતી. તે પછી સિરસા નિવાસી પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં દોષિત ઠર્યા. આજે ફરી બધા રાહ જોઈ રહ્યા હતા કે સીબીઆઈ કોર્ટ દ્વારા રામ રહીમ ગુરમીત સિંહને, રણજીત હત્યા કેસમાં શું સજા આપવામાં આવે છે. આ ચુકાદાને લઈને પંચકુલામાં કલમ 144 લાગુ કરાઈ છે. કોઈ પણ કારણ વગર પાંચથી વધુ લોકો ક્યાંય પણ ઉભા રહી શકતા નથી.

2017 માં હિંસા ફાટી નીકળી હતી

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સાધ્વી જાતીય શોષણ કેસમાં ડેરા વડાને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ 25 ઓગસ્ટ, 2017 ના રોજ પંચકુલા અને સિરસામાં હિંસા ફાટી નીકળી હતી. સિરસામાં પોલીસ ફાયરિંગમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં આદિત્ય ઇન્સાન, ડો.નૈન, ડેરા ચીફની પુત્રી હનીપ્રીત અને ડેરા મેનેજમેન્ટ કમિટી સાથે સંકળાયેલા અન્ય લોકો સામે ષડયંત્ર અને રાજદ્રોહના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા.

પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર 
ડેરા ચીફ સામે હત્યાનો ચુકાદો સંભળાવવા અંગે સિરસા પોલીસ હાઇ એલર્ટ પર રહી હતી. ડેરા તરફ જતા રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા અને પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો હતો. આ સિવાય સિવિલ ડ્રેસ અને ઇન્ટેલિજન્સ પોલીસ પણ સક્રિય સ્થિતિમાં રહી. પોલીસ વહીવટીતંત્ર ડેરા ચીફ સાથે જોડાયેલી બાબતને લઈને સંપૂર્ણ તકેદારી લઈ રહ્યું છે. બીજી બાજુ, ડેરા મેનેજમેન્ટ કમિટીએ બે દિવસ પહેલા એક અખબારી યાદી જાહેર કરી હતી કે તેઓ સીબીઆઈ કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટનું શરણ લેશે. પરંતુ સીબીઆઈ કોર્ટે આજે ચુકાદો આપ્યો નથી. આ ચુકાદો આગામી 18મી ઓક્ટોબર સુધી મુલતવી રાખ્યો છે.

આ પણ વાંચોઃ  IPL 2021: દિલ્હી સામેની ક્વોલિફાયર મેચ પહેલા KKR મુશ્કેલીમાં, 14 સિક્સ ફટકારનાર આ ધુરંધર ખેલાડી ઈજાગ્રસ્ત

 

Next Article