RAJKOT : ઇમ્પિરીયલ હોટેલના એ રૂમનો વિડીયો કોણે ઉતાર્યો,આ રહસ્ય હજુ પણ છે અકબંધ

|

Oct 04, 2021 | 3:03 PM

આખા મામલાની વાત કરવામાં આવે તો ગત શુક્રવારે સોશિયલ મિડીયામાં ઇમ્પિરીયલ હોટેલનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક રૂમમાં યુવતી નગ્ન ડાન્સ કરી રહી હતી.આ કેસમાં હોટેલમાં પાર્ટી યોજાય તેવી ચર્ચાઓ ઉઠી હતી જે બાદ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ થઇ હતી.

RAJKOT : ઇમ્પિરીયલ હોટેલના એ રૂમનો વિડીયો કોણે ઉતાર્યો,આ રહસ્ય હજુ પણ છે અકબંધ
RAJKOT: Who filmed the A room of the Imperial Hotel, the mystery is still intact

Follow us on

ટેક્નોસેવી રાજકોટ પોલીસ વિડીયો ઉતારનાર કોણ છે તે જાણવા ટૂંકી પડી કે પછી જાણી જોઇને ઢીલી તપાસ ?

રાજકોટની ઇમ્પિરીયલ હોટેલનો ગત શુક્રવારે વાયરલ થયેલો વિડીયો કોણે ઉતાર્યો તે અંગે પોલીસને હજુ સુધી કોઇ નક્કર માહિતી નથી મળી.આ કેસમાં પોલીસે ઇમ્પિરીયલ હોટેલમાં તપાસ કર્યા બાદ હોટેલના મેનેજરનું નિવેદન લીધું અને ત્યારબાદ જરૂરી દસ્તાવેજો તથા સીસીટીવી ફુટેજ કબ્જે કર્યા છે કેટલાક અન્ય લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે પરંતુ વિડીયો કોણે ઉતાર્યો તે માહિતી જાહેર કરવામાં આવી નથી,જો પોલીસ દ્રારા વિડીયો ઉતારનાર કોણ છે તે માહિતી મેળવી લેવામાં આવે તો આ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે છે.

પ્રાથમિક તપાસમાં દિલ્લીનું કપલ રોકાયાનું પોલીસનું રટણ

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

આ કેસમાં પોલીસે ગત શુક્રવારે સાંજે જ ઇમ્પિરીયલ હોટેલમાં તપાસ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં રૂમ નંબર ૬૦૮માં જે તારીખની ચર્ચાઓ થઇ રહી છે તે દિવસે દિલ્લીનું કપલ રોકાયા હોવાનું સામે આવ્યું છે.આ દિવસે તેઓની રજીસ્ટ્રારમાં એન્ટ્રી અને સીસીટીવી પણ મળ્યા હોવાનો પોલીસ સૂત્રોએ દાવો કર્યો છે.જો કે કોઇ ગુનાહિત પ્રવૃતિ ન થઇ હોવાનો દાવો કર્યો છે.

હજુ સુધી કોઇ ગુનાહિત પ્રવૃતિ સામે નથી આવી-પોલીસ

આ અંગે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.કે,ગઢવીએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે આ કેસમાં જેમની પાસે વિડીયો પ્રથમ આવ્યો હતો તેના નિવેદન લેવામાં આવ્યા છે પરંતુ વિડીયો કોને ઉતાર્યો છે તે અંગે નક્કર માહિતી મળી નથી.હાલના તબક્કે કોઇ ગુમાહિત પ્રવૃતિ જોઇ શકાય નથી.

જો વિડીયો ઉતારનાર મળે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઇ શકે

આ કેસમાં મુખ્ય કડી વિડીયો ઉતારનાર છે.જો કે પોલીસ હજુ સુધી વિડીયો ઉતારનાર સુધી પહોંચી શકી નથી કે પહોંચવા માંગતી નથી તે સવાલ છે.જો વિડીયો ઉતારનાર મળે તો આ વિડીયો કઇ તારીખે ઉતારવામાં આવ્યો હતો તે જાણી શકાય.રૂમ નંબર સ્પષ્ટ થઇ ગયા છે હવે જો વિડીયો ઉતારનાર કોણ છે તે માહિતીના આધારે તારીખ જાણી શકાય તો આ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે છે.

શું હતો સમગ્ર મામલો ?

આખા મામલાની વાત કરવામાં આવે તો ગત શુક્રવારે સોશિયલ મિડીયામાં ઇમ્પિરીયલ હોટેલનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક રૂમમાં યુવતી નગ્ન ડાન્સ કરી રહી હતી.આ કેસમાં હોટેલમાં પાર્ટી યોજાય તેવી ચર્ચાઓ ઉઠી હતી જે બાદ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ થઇ હતી.

Published On - 3:00 pm, Mon, 4 October 21

Next Article