Rajkot: ઉત્કર્ષ ગ્રુપ પર GSTના દરોડા, આટલા કરોડની કરચોરીનો પર્દાફાશ, માલિકને ઉપડ્યો છાતીમાં દુખાવો

|

Nov 22, 2021 | 12:17 PM

Rajkot : ભાવનગરમાં બહાર આવેલા કરોડોનાં બોગસ બિલીંગ કોૈંભાડનાં પગલે સ્ટેટ જીએસટીની ટીમે રાજકોટમાં ટીએમટી બાર્સ ઉત્પાદક ઉત્કર્ષ ગ્રુપની પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના (Rajkot) ઉત્કર્ષ ગ્રુપ પર સતત ત્રણ દિવસથી દરોડાની કાર્યવાહી ચાલુ છે. આજે ત્રીજા દિવસે પણ દરોડાનું કામ ચાલુ રહ્યું છે. શહેરમાં સ્ટેટ જીએસટી (State GST) વિભાગે ઈન્ગોટ્સ અને ટીએમટી બાર્સના ઉત્પાદક ઉત્કર્ષ ગ્રુપ (Utkarsh Group) પર દરોડા પાડી 30 કરોડ રૂપિયાની કરચોરી (Tax) ઝડપી છે. સ્ટેટ જીએસટી વિભાગે ઉત્કર્ષ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલી 11 જગ્યાએ દરોડા પાડી દસ્તાવેજ જપ્ત કર્યા હતા. 

આ દરોડા દરમિયાન પ્રાથમિક તપાસમાં 30 કરોડ રૂપિયાની કરચોરીનો પર્દાફાશ થયો છે. બીજી તરફ અધિકારીઓની ચાલુ તપાસ દરમિયાન જ ઉત્કર્ષ ગ્રુપના માલિક નીરજ જયદેવ આર્યાને છાતીમાં દુખાવો ઉપડતા તેને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સ્ટેટ જીએસટી વિભાગે ભાવનગર તથા અન્ય સ્થળે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન ઉત્કર્ષ ગૃપના બોગસ બિલિંગ મળતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાતા જ કંપનીના માલિક નીરજ જયદેવ આર્યાને છાતીમાં દુખાવો ઉપડી ગયો હતો. તો વિભાગ દ્વારા શંકાસ્પદ હિસાબી સાહિત્ય કબ્જે કરવામાં આવ્યું છે. આ દરોડામાં કરોડીની કરચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

 

આ પણ વાંચો: દીવા તળે અંધારું: જૂનાગઢમાં કેદીઓ માટે ફાળવેલી પોલીસ બસમાંથી મળ્યો દારૂ, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો: અમદાવાદ : 100 વર્ષ જૂની ઢાળની પોળની કાયાપલટ, પ્રોજેક્ટમાં MHT સહીત અનેક સંસ્થાઓએ યોગદાન આપ્યું

Published On - 12:16 pm, Mon, 22 November 21

Next Video