શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ખંડણીનો ખેલ, 72 કરોડ રૂપિયા આપો, નહીંતર તમારી ત્રણેય પુત્રીઓને જાનથી મારી નાખીશું

|

Feb 26, 2021 | 11:31 PM

શોર્ટ કટ્ટથી રૂપિયા કમાવવા માટે ક્યારેક યુવાનો ગુનાખોરીના રસ્તે ચડી જતા હોય છે, રાજકોટમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક યુવાને શોર્ટકટ્ટથી રૂપિયા કમાવવા માટે ખંડણીનો ખેલ ખેલી નાખ્યો.

Rajkot: શોર્ટ કટ્ટથી રૂપિયા કમાવવા માટે ક્યારેક યુવાનો ગુનાખોરીના રસ્તે ચડી જતા હોય છે, રાજકોટમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક યુવાને શોર્ટકટ્ટથી રૂપિયા કમાવવા માટે ખંડણીનો ખેલ ખેલી નાખ્યો. જોકે અંતમાં પોલીસના હાથે દબોચાઈ ગયો. ભક્તિનગર સોસાયટીમાં રહેતા બિલ્ડર કિશોરભાઈ હંસરાજભાઈ પરસાણાના વિધવા ભાભી સંગીતાબેનને અજાણ્યા નંબર પરથી સોશિયલ મીડિયામાં ધમકી મળી હતી. મેસેજમાં લખ્યું હતું કે 72 કરોડ આપો, નહીંતર તમારી ત્રણેય પુત્રીને જીવવા નહીં દઉં અને જાનથી મારી નાખીશું. આ મેસેજથી ડરી ગયેલા પરિવારે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, આથી પોલીસે તપાસ કરતાં ખંડણીખોર પારસ મોણપરાની ધરપકડ કરી છે.

 

આ પણ વાંચો: મોદી સરકારનો મોટો નિર્ણય, કાશ્મીરથી રજા પર જતાં CRPFના જવાનોને મળશે હેલિકોપ્ટરની સુવિધા

Next Video