Rajkot: સિવિલની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં સિનિયર તબીબો બન્યા મુન્નાભાઈ ! જુનિયર ડોક્ટરને ઢીબી નાખ્યો, કહ્યું પરીક્ષા પુરી, હવે તારો વારો

|

Jun 28, 2021 | 10:33 PM

Rajkot: સિનિયર તબીબોએ જુનિયર તબીબને માર મારવામાં આવતા તબીબી વર્તુળમાં ખળભળાટ મચી ગયો

Rajkot: રોજકોટની સિવિલ હોસ્પિટલ સ્થિત કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ (K T Children Hospital)માં તબીબો (Doctors)વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. સિનિયર તબીબોએ જુનિયર તબીબને માર મારવામાં આવતા તબીબી વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો.

અત્યાર સુધી દર્દીનાં સગાઓ તબીબો પર હાથચાલાકી કરી લેતા હતા પરંતુ આજે સામે આવેલી ઘટના ઘણી ધૃણાસ્પદ છે કે જેમાં સિનિયર તબીબોએ જુનિયર તબીબને નિશાના પર લઈને ઢિક્કાપાટુનો માર માર્યો હતો. જુનિયર તબીબ ધવલ બારોટ પર જીમીત કડીયા, કેયુર મુનિયા અને આલોક સિંઘે માર માર્યાનો આરોપ લાગ્યો છે.

ધવલ બારોટ દ્વારા જે પ્રકારે આક્ષેપ કરવામાં આવ્યો છે તે પ્રમાણે સિનિયર ડોક્ટરોએ રેગિંગ (Raging) કર્યું છે અને તેને એટલી હદે મારમારવામાં આવ્યો કે તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. હવે જ્યારે આ અંગે પ્રધ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ અંગેની તજવીજ હાથ ધરવામાં આવી ત્યારે પીડિત ડોક્ટર પર સમાધાન કરવા દબાણ કરાવા લાગ્યું છે. જો કે આ લખાઈ રહ્યું છે ત્યારે પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

ધવલ બારોટે ટીવી નાઈન સાથે ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે પાછલા ચાર મહિનાથી આ હેરાનગતિ ચાલી રહી હતી. આરોપી તબીબો બીજા વર્ષમાં પીડિયાટ્રિક વિભાગમાં કામ કરે છે જ્યારે તે પ્રથમ વર્ષમાં. વારંવાર તેને સમાધાન કર્યું હતું પરંતુ આજે આ ત્રણેય સિનિયર તબીબોએ તેના પર હુમલો કરી દીધો હતો અને ભાગી છુટ્યા હતા.

Published On - 10:22 pm, Mon, 28 June 21

Next Video