Rajkot : એક્સપાયરી દવાના વેપલાનો પર્દાફાશ, અંદાજે 1 કરોડની દવાનો જથ્થો જપ્ત

|

Sep 03, 2021 | 12:28 PM

રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં SOGના દરોડાના કેસમાં દવાના કાળો કારોબારનો પર્દાફાશ થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં એક્સપાયરી દવાના વેપલાનો ખુલાસો થયો છે.

રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં SOGના દરોડાના કેસમાં દવાના કાળો કારોબારનો પર્દાફાશ થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં એક્સપાયરી દવાના વેપલાનો ખુલાસો થયો છે. જેમાં અંદાજિત 1 કરોડની અલગ-અલગ દવાઓ જપ્ત કરવામાં આવી છે. એક્સપાયર થયેલ એલોપેથી દવાઓ મિક્સ કરી આયુર્વેદિક ઇમ્યુનિટી બુસ્ટર બનાવી વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

નોંધનીય છેકે SOGએ પરેશ પટેલ નામનાં શખ્સના ગોડાઉનમાં દરોડો કરી દવાનો જથ્થો પકડ્યો છે. શંકાસ્પદ દવાના જથ્થાની રાતભર ગણતરી હાથ ધરાઈ હતી. ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા આ દવાના નમૂના લેવાયા છે. SOG પરેશ પટેલની એસ.ટી બસ પોર્ટની ત્રણ દુકાનોની પણ તપાસ માટે જશે.

પરેશ પટેલ અધિકૃત લાઇસન્સ હજુ સુધી રજૂ કરી શક્યા નથી. એકસપાયરી થયેલી એલોપેથી દવાઓ ભેગી કરી ડ્રમમાં મિકસ કરી આર્યુવેદીક ઈમ્યૂનિટી બુસ્ટર તરીકે વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. પરેશ પટેલ પાસે ડોક્ટરની ડિગ્રી ન હોવાથી સોગંદનામું કરી નામ આગળ ડોક્ટર લગાડ્યાનું પણ બહાર આવ્યું છે.

આ સાથે પત્નીના નામે આયુર્વેદીક દવાખાનુ શરૂ કરી પગારદાર આર્યુવેદીક ડોક્ટર પણ રાખ્યો હતો. SOG દ્વારા પરેશ પટેલનું નિવેદન લઈ દવાને લઈ અધિકૃત લાયસન્સ છે કે નહી તપાસ થઈ રહી છે.

 

આ પણ વાંચો : Rajkot : R.K. ગ્રુપ સામે આવકવેરા વિભાગની તપાસ તેજ, 350 કરોડથી વધુના આર્થિક વ્યવહારો ઝડપાયા

આ પણ વાંચો : Tokyo Paralympics 2020: અવની લેખરાના નિશાનાએ ભારતને અપાવ્યો બ્રોન્ઝ મેડલ, પેરાલિમ્પિક્સમાં ભારતનો 12 મો મેડલ

Published On - 12:20 pm, Fri, 3 September 21

Next Video