Raj Kundra Case: રાજ કુંદ્રાની ઓફિસ પર પોલીસના દરોડા, કુલ પાંચ FIR કરાઈ દાખલ

|

Jul 22, 2021 | 12:52 PM

આ કેસમાં રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. બુધવારે મોડી સાંજે મુંબઈ પોલીસે વિઆન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ( Vian Industries Limited)ઓફિસ અને રાજ કુંદ્રાના કેટલાક અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા.

Raj Kundra Case: રાજ કુંદ્રાની ઓફિસ પર પોલીસના દરોડા, કુલ પાંચ FIR કરાઈ દાખલ
Raj Kundra (File Photo)

Follow us on

મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં સ્ટ્રગલિંગ મોડેલે (Struggling model) જણાવ્યું હતું કે, “પોર્ન ફિલ્મોમાં સામેલ મોટાભાગની છોકરીઓ મુંબઈની બહારની છે અને તેની પસંદગી પહેલાં  પ્રોફાઇલ શૂટ(Profile Suit)  કરવામાં આવી હતી અને તેમને કેમેરાની સામે તેમના કપડાં ઉતારવા માટે પણ કહેવામાં આવતુ હતું.

પોનોગ્રાફી કેસમાં  અભિનેત્રી શિલ્પા શેટ્ટીના(Shilpa Shetty) પતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. બુધવારે મોડી સાંજે મુંબઈ પોલીસે મુંબઈમાં વિઆન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ( Vian Industries Limited)ઓફિસ અને રાજ કુંદ્રાના કેટલાક અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. મહત્વનું છે કે, પોલીસે હાલ અનેક પ્લેટફોર્મ પર પોર્ન મૂવીઝ અપલોડ કરવામાં આવી હતી તે સર્વરને કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, દરોડા દરમિયાન પોલીસને કોમ્પ્યુટર, આઇફોન્સ, (I Phone)લેપટોપ અને ઘણા મહત્વના દસ્તાવેજોની હાર્ડ ડિસ્ક(Hard Disk)  પણ મળી આવી છે. અને તપાસમાં બહાર આવ્યું છે કે આ ઓફિસમાંથી જ પોર્ન વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સુત્રોનું માનીએ તો આ કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ થઈ શકે છે. કુંદ્રા હાલમાં 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસના જણાવ્યા અનુસાર હજી સુધી તેપૂછપરછમાં સહકાર આપી રહ્યો નથી. ઉપરાત આ કેસ મામલે પોલીસે કુંદ્રાના બનેવી પ્રદીપ બક્ષીને(Pradip Bakshi)  ‘લુકઆઉટ’ (Look Notice)નોટિસ આપી છે. બક્ષી આ કેસમાં સહ આરોપી છે અને કેનરીન કંપનીનો સહ-માલિક પણ છે, જે ‘હોટશોટ’ એપ્લિકેશન બનાવે છે.આપને જણાવવું રહ્યું કે,બક્ષી આ કેસમાં સહ આરોપી છે અને કેનરીન કંપનીનો સહ-માલિક પણ છે. જે ‘હોટશોટ’ એપ્લિકેશન બનાવે છે.

આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ FIR નોંધવામાં આવી

ત્રણ દિવસ પહેલા મલાડ વેસ્ટના(Malad West)  મેડ ગામમાં એક ભાડાના બંગલા પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી નક્કર પુરાવા મળ્યા બાદ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને પ્રસારણ કરવાનો આરોપ છે. આ કેસમાં ક્રાઇમ બ્રાંચની ટીમે અત્યાર સુધીમાં પાંચ FIR નોંધાવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે,ક્રાઇમ બ્રાંચે (Crime Branch)આ વર્ષે 4 ફેબ્રુઆરીએ પોર્ન ફિલ્મ સંબંધિત પ્રથમ કેસ નોંધ્યો હતો.

20 થી 25 વર્ષની સ્ટ્રગલિંગ મોડેલને નિશાન બનાવવામાં આવી

આ તપાસમાં સામે આવ્યું છે કે, રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મોના રેકેટનો (Racket)મુખ્ય સૂત્રધાર છે. કુંદ્રા ફિલ્મના નિર્માણ માટેના પ્રોડક્શન હાઉસની આડમાં એક મોટું પોર્ન ફિલ્મનું કૌભાંડ ચલાવતો હતો. અને તે 20 થી 25 વર્ષની વય જૂથની છોકરીઓને લક્ષ્યાંક બનાવતા હતા અને કરાર(Contract)  પર હસ્તાક્ષર કરાવતા હતા. ઉપરાંત આ કરારમાં ફિલ્મ છોડવા માટે કેસ દાખલ કરવાની કલમ પણ સામેલ હતી.આ કામ માટે છોકરીઓને એક દિવસના 30થી 50 હજાર રૂપિયા આપવામાં આવતા હતા.

આ પણ વાંચો: Raj Kundra Case: ક્રાઈમબ્રાંચની તપાસમાં મોટો ખુલાસો, “Hotshot” બિઝનેસ ચલાવવા પાછળ આ હતી રાજ કુંદ્રાની Modus Operandi

આ પણ વાંચો: Raj Kundra Case: ઠાકરે સરકારના ‘ઓપરેશન ક્લીન’નું પરિણામ રાજ કુન્દ્રાની ધરપકડ! શું કમિશ્નર હેમંત નાગરાલે ચલાવી રહ્યા છે સફાઈ અભિયાન?

Next Article