વડોદરામાં વલસાડની યુવતી પર દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં મોટા સમાચાર, રેલ્વે પોલીસે ફરિયાદ દાખલ કરી

|

Nov 17, 2021 | 5:48 PM

Vadodara Rape and Suicide Case : રેલ્વે IG સુભાષ ત્રિવેદીએ કહ્યું કે આ સમગ્ર ઘટના આત્મહત્યા હતી કે અન્ય કોઈ કારણથી યુવતીનું મૃત્યુ થયું હતું એ જાણવા આખી ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કરવું જરૂરી હતું.

વડોદરામાં વલસાડની યુવતી પર દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં મોટા સમાચાર, રેલ્વે પોલીસે ફરિયાદ દાખલ કરી
Vadodara Rape and Suicide Case

Follow us on

VADODARA : વડોદરામાં વલસાડની યુવતી પર દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. વડોદરા પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, રેલ્વે પોલીસ અને FSLની સંયુક્ત તપાસ બાદ એક એક ક્ષણનું નિરીક્ષણ કરીને આખરે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે પત્રકાર પરિષદને સંબોધતા રેલ્વે IG સુભાષ ત્રિવેદીએ કહ્યું કે આ સમગ્ર ઘટના આત્મહત્યા હતી કે અન્ય કોઈ કારણથી યુવતીનું મૃત્યુ થયું હતું એ જાણવા આખી ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કરવું જરૂરી હતું. કારણકે યુવતીની ડાયરીમાં જે તારીખ હતી એ અને આ બનાવની તારીખ થોડી અલગ હતી.

પરંતું ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, ઇલેક્ટ્રોનિક ડેટા, CCTV ફૂટેજ, સાક્ષીઓની તપાસ, સંજોગોનું નિરીક્ષણ આ બધા પરથી એવું સ્પષ્ટ ફલિત થયું કે 29 તારીખે સાંજે વડોદરા શહેરમાં જગદીશની ગલીમાંથી નીકળતી વખતે આ દીકરીને પાછળથી ધક્કો મારી અને બે ઈસમો વેક્સીનેશન સેન્ટરના અવાવરું વિસ્તારમાં લઇ ગયેલા અને ત્યાં યુવતીને હાથ બાંધેલી હાલતમાં જોનાર સાક્ષીઓ મળી આવ્યાં.

આ માટે આ સમગ્ર ઘટના વડોદરા શહેર, નવસારી, સુરત, વલસાડ તેમજ અલગ અલગ જગ્યાઓ પર આ ઘટનાક્રમની કન્ટીન્યુઇટીને સતતપણે, દરેક મિનીટ અને સેકંડનું અલગ અલગ CCTV ફૂટેજના આધારે, રેલ્વે સ્ટેશનના CCTV ફૂટેજ, મોબાઈલ ડેટા, આ બધું નિરીક્ષણ કર્યા પછી એવું જણાયું કે આ ઘટના પછી 31 તારીખ બાદ ભોગ બનનાર યુવતી નવસારી ગઈ હતી. અને 3 તારીખે સુરત, ત્યાંથી વલસાડ પહોચી હતી.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો

વલસાડમાં તે જે રેલ્વે કોચમાં હતી ત્યાં રાત્રે એકલી બેસી રહેલી એના સાક્ષીઓ પણ મળ્યાં છે. આ બધી જ તપાસ કર્યા પછી આ ઘટના એક આત્મહત્યાની હોય એવું જણાય છે. અને આત્મહત્યા માટે જે કમનસીબ દુર્ઘટના એ બાળકી સાથે ઘટી હતી એના માનસિક આઘાતમાં એણે આ કૃત્ય કર્યું હશે એવું માનવાનું કારણ છે.

શરૂઆતથી જ આ તપાસની ગંભીરતાને રાજ્ય સરકારે, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે, ગૃહરાજ્ય્મ્નાત્રી હર્ષ સંઘવીએ અને DGP આશિષ ભાટિયાએ ગંભીરતાથી લઇ અને આ દીકરીને ન્યાય મળે એ માટે સતત તમામ પ્રકારની મદદો અમને કરી છે. FSL ઇન્સ્ટીટયુટમાં પણ જે DNA ટેસ્ટ કરતા જે 15-20 દિવસનો ટાઈમ લાગે એ ટેસ્ટ માત્ર 3 દિવસમાં કરી આપ્યો છે.

આજરોજ 17 નવેમ્બરના રોજ આ અંગેની ફરિયાદ આત્મહત્યાનું દુષ્પ્રેરણ કલમ 306, અને કથિત બળાત્કારની ફરિયાદ રેલ્વે પોલીસ દાખલ કરી રહી છે. જે રેલ્વે પોલીસના સુપરવિઝન હેઠળ તપાસ થઇ રહી છે. આ કેસમાં 20 થી 25 ટીમો અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી હતી. જેમાં વડોદરામાં પકડાયેલા જુના સેક્સ ઓફેન્ડર્સ તેમજ વડોદરાના શંકાસ્પદ ઇસમો, જે તે વિસ્તારમાં નશાની આદત ધરાવતા અને ઉંધા રસ્તે ચડેલા શખ્સો, આ ઘટનામાં રીક્ષા હોવાથી રીક્ષાના ચાલકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : SURAT : પત્ની પર અત્યાચારની હદ, લફરાબાજ પતિને સામાજિક કાર્યકર મહિલાએ જાહેરમાં મેથીપાક ચખાડયો

આ પણ વાંચો : ભરૂચ : આમોદના કાંકરીયા ગામે ધર્માંતરણ મુદ્દે પોલીસની કાર્યવાહી, 4 આરોપીની ધરપકડ

Next Article