કાશ્મીરમાંથી પકડાયા બાદ મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચમાં વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. ઠગ કિરણ પટેલ અને પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપીંડી ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે, વર્ષ 2022 એપ્રિલ મહિનામાં સિંધુ ભવન રોડ પર એક બંગલાના રીનોવેશન કામ ઠગ કિરણ પટેલ લીધું હતું. બંગલાના માલિકની નેમ પ્લેટ બદલીને ઠગ કિરણ પટેલ પોતાનો બંગલો બતાવી વાસ્તુપૂજન કર્યું હતું, એટલુ જ નહીં બાદમાં કિરણ પટેલ સિવિલ કોર્ટમાં ખોટો કેસ પણ દાખલ કર્યો હતો.
આપને જણાવી દઈએ કે,આ બંગલાના માલિક જગદીશ ચાવડાએ ઠગ કિરણ પટેલને 35 લાખમાં રીનોવેશન કામ આપ્યું હતું. જે કામ પૂર્ણ કર્યા બાદ બંગલાની માલિકી લેવા પૂજા કરતા ફોટો મૂકી કોર્ટમાં ખોટો કેસ દાખલ કર્યો હતો. આ કેસના પતાવટ માટે જગદીશ ચાવડાને સમાધાન કરવા ઠગ કિરણ પટેલના માણસો મોકલી લાખો રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે હાલ ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધતા જ ઠગ કિરણની પત્ની માલિની ભૂગર્ભમાં જતી રહી છે. આપને જણાવવુ રહ્યું કે, ઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં ચોથી ફરિયાદ દાખલ થઈ છે.
કાશ્મીર ખાતેથી ઝડપાયેલો નકલી PMO અધિકારી કિરણ પટેલ હવે જેલના સળિયા ગણતો થઈ ગયો છે. ગુજરાતમાં તો આ કિરણ પટેલે અનેક લોકો સાથે ઘરોબો કેળવીને પોતાના વિશ્વાસમાં લીધા હતા. માત્ર એટલું જ નહીં, અનેક મોટા માથાઓ પણ કિરણ પટેલના આભામાં આવી ગયા હતા. હવે જ્યારે કિરણ પટેલ ઝડપાયો છે ત્યારે તેના મહત્તમ સંપર્કમાં રહેલા લોકોની પણ પૂછપરછ થાય એવી આશંકા છે.
Published On - 6:53 am, Thu, 23 March 23