Patan: હારીજમાં વઘુ એક ફાયરીંગની ચોંકાવનારી ઘટના, જૂની અદાવતમાં ખૂની ખેલ

|

Jun 12, 2021 | 4:23 PM

ફાયરીંગમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને વ્યકિતઓ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો પણ કર્યો. ખુલ્લેઆમ ખેલાયેલા આ ખૂની ખેલને લઈને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો

Patan: હારીજમાં વઘુ એક ફાયરીંગની ચોંકાવનારી ઘટના, જૂની અદાવતમાં ખૂની ખેલ
ખતરનાક ખૂની ખેલના સમાચાર સાંભળતાજ પોલીસના મોટા અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા

Follow us on

Patan : પાટણના હારીજ (harij) માં વઘુ એકવાર ફાયરીંગ (Firing) ની ઘટનાથી સમગ્ર પંથકમાં ફફડાટ અને ચકચાર મચી જવા પામી છે. હારીજ APMCના મુખ્ય દરવાજા નજીક મોટર સાયકલ પર પસાર થઇ રહેલા બે વ્યકિત પર કેટલાક ઇસમોએ ફાયરીંગ કર્યું હતું. અને ફાયરીંગમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને વ્યકિતઓ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો પણ કર્યો. ખુલ્લેઆમ ખેલાયેલા આ ખૂની ખેલને લઈને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ખૂની હુમલામાં ભોગબનનાર લાભુભાઇ કમસીભાઇ દેસાઇ નામના વ્યકિતનુ ફાયરીંગ બાદ તીક્ષ્ણ હથિયારના હુમલામાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મહેશ દેસાઇ નામના વ્યકિતને પણ ફાયરીંગમાં ગોળી વાગતા તેમજ તીક્ષ્ણ હથિયાર વડે થયેલ હુમલામાં ગંભીર હાલતમાં વઘુ સારવાર અર્થે લોહીલૂહાણ હાલતમાં રીફર કરવામાં આવ્યા હતા.

આવા ખતરનાક ખૂની ખેલના સમાચાર સાંભળતાજ પોલીસના મોટા અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કહેવાય છે કે એક જ જ્ઞાતિના વ્યક્તિઓ વચ્ચે ચાલતી જૂની અદાવતને લઈને આ ઘટનાને અંજામ આપવામાં આવી છે. ફાયરિંગ કરનાર હાર્દિક રબારી તેમજ ઘટનાને અંજામ આપવા સામેલ અન્ય ઇસમોને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

હારીજમાં વધુ એક ફાયરિંગની ઘટના ઘટતા જાણે હારીજ ક્રાઇમ (Crime) સેન્ટર બનવા તરફ આગે કુચ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત થતાં જણાઈ રહ્યા છે.

આ પણ વાંચો : કોરોનાની સારવાર માટે થશે એક વધુ દવાનું પરીક્ષણ, સીએસઆઇઆર કરશે Colchicine દવાનું ક્લિનિકલ ટ્રાયલ

Next Article