PANCHMAHAL : શહેરા તાલુકાના TDO રૂપિયા 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

|

Oct 13, 2021 | 10:02 PM

લાંચ લેતા ઝડપાયેલી ઝરીના અન્સારીનો ભૂતકાળ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ઝરીના અન્સારી સરકારી કામની પતાવટ માટે લાંચ લેતા ખચકાતી નહોતી.

PANCHMAHAL : પંચમહાલ જિલ્લામાં વધુ એક લાંચિયા અધિકારી ACBના છટકામાં ફસાયા છે.જિલ્લાના શહેરાના તાલુકા વિકાસ અધિકારી રૂપિયા 2 લાખની લાંચ લેતા રંગેહાથ ACBના છટકામાં ફસાયા છે.તાલુકા વિકાસ અધિકારી ઝરીના અન્સારીએ ફરિયાદી પાસે સરકારી કામની પતાવટ માટે રૂપિયા 4.45 લાખની લાંચ માગી હતી. જોકે ફરિયાદી આ રકમ આપવા નહોતા ઇચ્છતા,,,અને ACBમાં ફરિયાદ કરી હતી.ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું અને લાંચની રકમનો 2 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે લાંચ લેતા ઝડપાયેલી ઝરીના અન્સારીનો ભૂતકાળ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ઝરીના અન્સારી સરકારી કામની પતાવટ માટે લાંચ લેતા ખચકાતી નહોતી.સુરેન્દ્રનગરમાં પણ ઝરીના અન્સારીનો ત્રાસ એટલો વધી ગયો હતો કે ધારાસભ્યએ તેની રાજ્યકક્ષાએ ફરિયાદ કરી હતી એટલું જ નહીં એક પૂર્વ પ્રધાને પણ ઝરીના અન્સારીની શહેરી વિકાસ પ્રધાન સુધી ફરિયાદ કરી હતી.એટલે કે ઝરીના અન્સારી પહેલાથી જ લાંચિયો સ્વભાવ ધરાવતી હતી…જોકે આખરે તેનું પાપ પ્રકાશ્યું છે…ત્યારે ACBની તપાસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે..

આ પણ વાંચો : RAJKOT : ડાયવર્ઝનને કારણે એસટીના ભાડાવધારાનો મુદ્દો, કોંગ્રેસે ભાડાના ભાવવધારાનો કર્યો અનોખો વિરોધ

આ પણ વાંચો : અમદાવાદ સિવિલમાં તન્વીબેન મણકાની અત્યંત રેર અંકાયલોસિંગ સ્પોન્ડાયલોસીસ બીમારીથી મુક્ત થયા

Published On - 10:01 pm, Wed, 13 October 21

Next Video