પંચમહાલઃ નેવી જાસૂસીકાંડ મામલે તપાસનો ધમધમાટ, અલતાફની ધરપકડ બાદ મેડિકલ તપાસ માટે લઈ જવાયો

|

Oct 26, 2021 | 6:48 PM

અલ્તાફ હુસૈન હારુન ઘાંચીભાઇ ઉર્ફે શકીલ ઘાંચીભાઇએ દેશવિરોધી આતંકવાદી પ્રવૃતિના ભાગરૂપે ભારતની જુદી-જુદી મોબાઇલ કંપનીનાં સિમકાર્ડ એક્ટિવ કરીને એના વ્હોટ્સએપ એકાઉન્ટના OTP પાકિસ્તાનના આતંકવાદી પ્રવૃત્તિ કરતા આકાઓને આપ્યા હતા.

ભારતીય નેવીને લગતી ગુપ્ત માહિતીઓ પાકિસ્તાન પહોંચાડવા અંગેના જાસૂસીકાંડની તપાસ તેજ થઈ ગઈ છે. ગોધરાના અલતાફહુસેન ઘાંચીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર થઈ ગયા છે.આંધ્રપ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલ દ્વારા અલતાને ગોધરાની સેશન કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં મેળવાયા ટ્રાન્ઝિટ રિમાન્ડ. રિમાન્ડ મંજુર થતા અલતાફને હૈદરાબાદ લઈ જવાશે. આંધ્રપ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલ હજુ પણ 10થી વધુ ઇસમોની કરી રહી છે સઘન પૂછપરછ.

તમને જણાવી દઈએ કે, પુછપરછમાં ખુલાસો થયો છે કે, અલતાફ ભારતીય સીમકાર્ડ ખરીદીને સીમકાર્ડને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીને આપતો હતો. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ અલગ અલગ ભારતીય મોબાઈલ નંબરો પર વ્હોટ્સએપ એક્ટિવ કરી કરતી હતી. બાદમાં આજ વ્હોટસએપ પ્રોફાઈલોનો ઉપયોગ નેવીના અધિકારીઓની હનીટ્રેપ કરવા માટે કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.

અલ્તાફ હુસૈન હારુન ઘાંચીભાઇ ઉર્ફે શકીલ ઘાંચીભાઇએ દેશવિરોધી આતંકવાદી પ્રવૃતિના ભાગરૂપે ભારતની જુદી-જુદી મોબાઇલ કંપનીનાં સિમકાર્ડ એક્ટિવ કરીને એના વ્હોટ્સએપ એકાઉન્ટના OTP પાકિસ્તાનના આતંકવાદી પ્રવૃત્તિ કરતા આકાઓને આપ્યા હતા. એ બાદ પાકિસ્તાનથી ભારતના સિમકાર્ડના વ્હોટ્સએપ એકાઉન્ટ ઓપરેટ કરીને પાકિસ્તાનના આતંકવાદી તત્ત્વએ ભારતીય સુરક્ષાદળોના જવાનોને હનીટ્રેપમાં ફસાવી જાસૂસી કરી તેમજ નોન બેકિંગ હવાલાથી આતંકી પ્રવૃત્તિ માટે ભંડોળ મોકલ્યું હતું, આ રીતે ભારતમાં આતંકી પ્રવૃતિ કરીને ગુનો આચર્યો હતો.

ભારત દેશના નેવીના અધિકારીઓના જાસૂસી પ્રકરણની આંધ્રપ્રદેશમાં ફરિયાદ નોંધાઇ હતી. આ પાકિસ્તાની જાસૂસો દ્વારા નેવી જાસૂસીકાંડની તપાસ આંધ્રપ્રદેશની કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલને સોંપવામાં આવી હતી. આંધ્રના સેલની તપાસમાં નેવી જાસૂસીકાંડના તાર ગોધરા સુધી ફેલાયેલા હતા, જેને લઇને આંધ્રપ્રદેશની કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલ ટીમ ગોધરા પહોંચી હતી.

Published On - 6:40 pm, Tue, 26 October 21

Next Video