તમિલનાડુ (Tamil Nadu)માં એક સગીરે પોતાની સુસાઈડ નોટ(Suicide Note)માં જાતીય સતામણી (Sexual harassment)નો આરોપ લગાવ્યો. તેણે ગત અઠવાડિયે ચેન્નાઈના મંગડુ ખાતેના તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સગીર ચેન્નાઈની એક શાળામાં ધોરણ 11માં ભણતી હતી. શનિવારે પોલીસને તેની સુસાઈડ નોટ મળી છે, જેમાં તેણે ચોંકાવનારી વાત કહી છે. સગીરની સુસાઈડ નોટ વાયરલ થઈ રહી છે. પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. આ સિવાય તે એવા લોકોના ઘરો પર તપાસ કરી રહી છે જેઓ છેલ્લા કેટલાક દિવસોથી સગીરને સતત ફોન કરતા હતા.
પોલીસ (Police)નું કહેવું છે કે વિદ્યાર્થિનીએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું હતું, ‘જાતીય સતામણી બંધ કરો’. આ સાથે પીડિતાને કેવા પ્રકારની માનસિક સ્થિતિમાંથી પસાર થવું પડે છે તેના વિશે પણ લખવામાં આવ્યું છે. સગીરે માતાપિતાને પણ અપીલ કરી કે તેઓ તેમના પુત્રોને સમાજમાં છોકરીઓનું સન્માન કરતા શીખવે.
તેણે લખ્યું, ‘દરેક માતા-પિતાએ તેમના પુત્રોને છોકરીઓનું સન્માન કરવાનું શીખવવું જોઈએ. સંબંધીઓ અથવા શિક્ષકો પર વિશ્વાસ ન કરો.’ માતાના ગર્ભમાં અને સ્મશાન એ એક માત્ર સલામત જગ્યા છે. આગળ તેણે લખ્યું કે સ્કૂલ અથવા સગા સંબંધીઓના ઘર પણ સુરક્ષિત નથી.
‘જાતીય સતામણી અસહ્ય બની રહી હતી’
અહેવાલોમાં, તેના પરિવારના સભ્યોને ટાંકવામાં આવ્યા છે કે પીડિતાને અગાઉની શાળાના એક યુવક દ્વારા હેરાન કરવામાં આવી હતી. જો કે, શાળાઓ બદલ્યા પછી પણ હેરાનગતિ અટકી નથી. પોલીસનું કહેવું છે કે મૃતકના મિત્રોએ જણાવ્યું છે કે તેણે તાજેતરમાં પોતાના મિત્રોથી દુરી બનાવી હતી. પોતાના પત્રમાં, સગીરે કહ્યું કે જાતીય સતામણી અસહ્ય બની રહી છે અને તે ખૂબ પીડામાં છે પરંતુ કોઈએ તેને સાંત્વના આપી નથી.
એક રિપોર્ટ અનુસાર, સુસાઈડ નોટમાં તેણે કહ્યું કે તે તેના અભ્યાસમાં ધ્યાન આપી શકતી નથી. આ સાથે તેણે વારંવાર આવતા ખરાબ સ્વપ્નો અને રાત્રે ઊંઘ ન આવવાની વાત પણ કરી હતી. પોલીસે આ મામલાની તપાસ માટે ચાર વિશેષ ટીમો બનાવી છે. તેના મોબાઈલ ફોન કોલ ડિટેઈલ રેકોર્ડના આધારે પોલીસે તે લોકોની પૂછપરછ શરૂ કરી છે જે તેને વારંવાર ફોન કરતા હતા.
આ પણ વાંચો: Stock Market: બે દિવસ બાદ માર્કેટમાં આવી રોનક, સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ મજબૂત, નિફ્ટી 16,900ને પાર
આ પણ વાંચો: Viral: ચિપ્સ ચોરવા વાંદરાએ લીધી કૂતરાની મદદ, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘ આ દોસ્તીને દિલથી સલામ’