Number Game: અહીં માત્ર 600 રૂપિયામાં ખુલ્લેઆમ મળે છે ગેરકાયદેસર HSRP નંબર પ્લેટ

એપ્રિલ 2019થી પહેલા લીધેલી તમામ ગાડીઓમાં હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ HSRP ફરજિયાત થઈ ગઈ છે. એમ. વી એક્ટ મુજબ હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ નહીં લગાડવાને કારણે રૂપિયા 10,000 સુધીનો દંડ થઈ શકે છે.

Number Game: અહીં માત્ર 600 રૂપિયામાં ખુલ્લેઆમ મળે છે ગેરકાયદેસર HSRP નંબર પ્લેટ
ડુપ્લિકેટ નંબર પ્લેટની પ્રતીકાત્મક તસવીર
| Edited By: | Updated on: Jan 14, 2021 | 6:44 PM

એપ્રિલ 2019થી પહેલા લીધેલી તમામ ગાડીઓમાં હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ HSRP ફરજિયાત થઈ ગઈ છે. એમ. વી એક્ટ મુજબ હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ નહીં લગાડવાને કારણે રૂપિયા 10,000 સુધીનો દંડ થઈ શકે છે. અત્યારે ચલાનની રકમ 5,500 રૂપિયા છે. દિલ્હીમાં આ નંબર પ્લેટ લગાવવા માટે 5 લાખ ગાડી માલિકોએ રજીશટ્રેશન કરાવ્યું છે. મહિનાઓ સુધી વેઈટિંગ હોવાના કારણે લોકો હવે ડુપ્લિકેટ ગેરકાયદેસર નંબર લગાડવાના રવાડે ચડયા છે. Delhi Police  અને પરિવહન વિભાગ જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે.

KASHMIRI GATE CAR MARKET

દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં આ કાળો કારોબાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે અને લોકો આ ડુપ્લિકેટ નંબર પ્લેટને હોંશે હોંશે લગાવી રહ્યા છે. ચોરાઉ ગાડીની ડુપ્લિકેટ નંબર પ્લેટ કોઈપણ આંતકવાદી બનાવીને પોતાના મનસૂબા પાર પાડી શકે છે, ત્યારે સામાન્ય લગતા માત્ર 600 રૂપિયાની કમાવવાની લાલચ કઈ રીતે સમગ્ર દેશને મુશ્કેલીમાં મૂકી શકે છે તે વિચારવું રહ્યું.

 

આ પણ વાંચો: 15 જાન્યુઆરીથી કોરોના કોલરટ્યુનથી મળશે છુટકારો, હવે વાગશે આ નવી કોલરટ્યુન