લો બોલો! GST સ્કેમનો આરોપી નીરજ આર્યા અમદાવાદ સિવિલમાંથી ફરાર થઈ નડિયાદ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો

|

Nov 30, 2021 | 9:42 AM

Kheda: GST કૌભાંડનો આરોપી નીરજ આર્યા નડીઆદની હોસ્પિટલમાં દાખલ થયો હોવાની માહિતી સામે આવી છે. આ આરોપી અમદાવાદથી ભાગી ગયો હતો.

લો બોલો! GST સ્કેમનો આરોપી નીરજ આર્યા અમદાવાદ સિવિલમાંથી ફરાર થઈ નડિયાદ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો
Neeraj Arya, accused in GST scam

Follow us on

GST Scam: અમદાવાદ સિવિલમાંથી ફરાર આરોપી નડિયાદની હોસ્પિટલમાં દાખલ થયો હતો. તો લુકઆઉટ નીકળતા આરોપી નડિયાદની હોસ્પિટલમાં દાખલ થયો હોવાની માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે આ આરોપી નીરજ આર્યાની ખોટી રીતે વેરા શાખ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે કોર્ટે નીરજ જયદેવ આર્ય અને સીએમ હિમાંશુ ચામેલના જામીન ફગાવ્યા છે. તો રૂ.12.90 કરોડની FD અને નીરજ આર્યના 7 પ્લોટ ટાંચમાં લેવાયાની માહિતી સામે આવી છે.

નીરજ આર્યાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલો હતો. આ GST કૌભાંડનો (GST Scam) આરોપી ફરાર થઈ ગયો હતો. નીરજ આર્યા (Neeraj Arya) નામના આરોપીને રાજકોટથી રિફર કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે તેને પ્રોસ્ટેટનું કેન્સર ડિટેક્ટ થયું હતું. જેથી તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી.

આ આરોપીનું ઓપરેશન ચાર અઠવાડિયા પછી થવાનું હોવાથી તેને ડિસ્ચાર્જ કરાયો હતો. આ દરમિયાન તે ટેક્સી ગાડીમાં બેસીને પાછળના રસ્તે 1200 બેડની હોસ્પિટલ તરફથી ફરાર થઈ ગયો હતો. ડેપ્યુટી ડાયરેક્ટરે GST અધિકારીને એક દિવસ અગાઉ ડિસ્ચાર્જ માટે જાણ કરી હતી. તેમ છતાં પોલીસની કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી. જેના કારણે આરોપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.

 

આ પણ વાંચો: Omicron Variant : શું વેક્સિનનો બુસ્ટર ડોઝ ઓમિક્રોનથી કરશે બચાવ ? આ દેશે વેક્સિનના ત્રીજા ડોઝને લઈને લીધો મોટો ફેંસલો

આ પણ વાંચો: Maharashtra: ‘ઓમિક્રોન’નું જોખમ વધ્યું, વિદેશથી મુંબઈ આવતા મુસાફરોને 7 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે, RT-PCR ટેસ્ટ પણ ફરજિયાત

Next Video