NCBએ વાપી-વલસાડથી ઝડપી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચાલતો હતો નશાનો વેપાર

|

Aug 04, 2021 | 7:30 PM

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમને અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડવામાં સફળતા હાથ લાગી છે.

NCBએ વાપી-વલસાડથી ઝડપી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચાલતો હતો નશાનો વેપાર

Follow us on

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની (NCB) ટીમને અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડવામાં સફળતા હાથ લાગી છે. સતત દસ દિવસની મહેનત અને 20 કલાક ચાલેલા સર્ચ ઓપરેશન બાદ એનસીબી ટીમે વાપી-વલસાડમાંથી સાડા ચાર કિલો એમડી ડ્રગ્સ અને 85 લાખ રૂપિયા રોકડ સાથે બે ઈસમોની ધરપકડ કરી છે. આરોપીઓ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં નશાનો કારોબાર ચલાવતા હોવાનું ખુલ્યું છે. ગુજરાતમાં એમડી ડ્રગ્સ બનાવતી ફેકટરી જ ઝડપાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમને અત્યાર સુધીમાં નાની માત્રામાં એમડી ડ્રગ્સ પકડી શકી છે ત્યારે વાપી વલસાડમાંથી એમ.ડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપીને કરોડોના કારોબારનો પર્દાફાશ કર્યો છે. અત્યાર સુધીમાં ડ્રગ્સ પેડલર પકડાતા હતા જ્યારે હવે ડ્રગ્સ બનાવનાર અને તેનુ માર્કેટીંગ કરનાર શખ્સ એનસીબીની ગીરફ્તમાં આવી ગયા છે.

વાપી વલસાડમાં ડ્રગ્સની મોટી હેરાફેરી થતી હોવાની બાતમીનાં આધારે એનસીબીની 20થી વધુ ઓફિસરની 4 ટીમે સતત 10 દિવસ સુધી તપાસ અને 20 કલાક સર્ચ ઓપરેશન ચલાવીને ફેક્ટરીમાંથી 85 લાખ રૂપિયા રોકડા અને 4.5 કિલો એમ.ડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

એનસીબીની ટીમે આ મામલે ડ્રગ્સ બનાવનાર કેમિસ્ટ પ્રકાશ પટેલ અને તેનુ ગુજરાત અને મહારાષ્ટ્રમાં માર્કેટીંગ અને વેપાર કરનાર સોનું રામનિવાસની ધરપકડ કરી છે. મહત્વનુ છે કે પકડાયેલા એમ.ડી ડ્રગ્સની આંતરાષ્ટીય બજારમાં કિંમત 4.5 કરોડથી વધુ હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે હજુ પણ એનસીબીની ટીમની સર્ચ ઓપરેશન અને પુછપરછની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આગામી સમયમાં દેશભરમાં ચાલતી નશાના કારોબારની ચેઈન પકડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

તપાસમાં સામે આવ્યુ કે, જે ફેક્ટરીમાંથી ડ્રગ્સનુ મેનુફેક્ચીંગ ઝડપાયુ તે ફેક્ટરી અન્ય કોઈ વ્યક્તિના નામે છે અને ધણાં સમયથી બંધ હતી. ત્યારે આ જ પ્લાનટમાં અગાઉ નોકરી કરતા પ્રકાશ પટેલે આ જગ્યા ભાડે લઈને તેમાં અલગ અલગ કેમિકલ મીક્ષ કરીને એમ.ડી ડ્રગ્સ બનાવીને દેશવ્યાપી કારોબાર શરૂ કર્યો છે.

ત્યારે કેટલા સમયથી આરોપીઓ આ કારોબાર કરતા હતા અને મુંબઈ અને ગુજરાતમાં કોને ડ્રગ્સનો સપ્લાય કરતા હતા તે બાબતે એનસીબીની પુછપરછ ચાલી રહી છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાત અને દેશનાં મોટા ડ્રગ્સ માફીયાઓના નામ ખુલવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રવિ દહિયાએ રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં સ્થાન મેળવ્યું,ભારતને અપાવશે પ્રથમ ગોલ્ડ મેડલ

આ પણ વાંચો: Vadodara : સુરતની ગજેરા સ્કૂલની મનમાનીને લઇને સીએમ રૂપાણીનું નિવેદન,કહ્યું નોટિફિકેશનનો ભંગ સરકાર નહિ ચલાવે

Next Article