નવસારીના વાંસદામાં સબસીડીવાળા ખાતરને વેચવાનું કૌભાંડ, સંચાલકની ધરપકડ

|

Jan 14, 2021 | 11:48 PM

નવસારી (Navsari) જિલ્લામાં ચીખલી બાદ હવે વાંસદા તાલુકામાં ખેડૂતોના નામે સબસીડીવાળું ખાતર મેળવી બારોબાર વેચવાનો કિસ્સો સામે આવ્યો છે.

નવસારી (Navsari) જિલ્લામાં ચીખલી બાદ હવે વાંસદા તાલુકામાં ખેડૂતોના નામે સબસીડીવાળું ખાતર મેળવી બારોબાર વેચવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે એક વ્યકિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ગેરકાયદે અન્ય રાજ્યોમાં ખાતર વેચાણ કરનારા નવસારીના વાંસદાના એગ્રો સંચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. જેમાં વાંસદા તાલુકાની એબીસી કંપની દ્વારા ઓછું ખાતર લેનાર ખેડૂતોના નામે વધુ ખાતર ખરીદવાનું બિલ બનાવી ગેરકાયદે રાજ્ય બહાર વેચાણ કરતાં એબીસી એગ્રોના સંચાલક ચિરાગ પટેલની વાંસદા પોલીસે ધરપકડ કરી હતી.

 

 

ખેડૂતોને ઓછા ભાવે ખાતર મળી રહે તેના માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તમામ ખાતરોમાં સબસીડી આપે છે. રાજ્ય સરકારના નિયમ મુજબ ખેડૂતોના અંગૂઠા લઈને ખેડૂતોને સબસીડી વાળુ ખાતર આપવાનું હોય છે જેમાં વાંસદા તાલુકાની એબીસી કંપની દ્વારા ઓછું ખાતર લેનાર ખેડૂતોના નામે વધુ ખાતર ખરીદવાનું બિલ બનાવી ગેરકાયદે રાજ્ય બહાર વેચતા હોવાનું માલૂમ પડ્યું હતું.

 

આ પણ વાંચો: 17મી લોકસભાનું પાંચમું સત્ર 29 જાન્યુઆરીથી થશે શરૂ, 1 ફેબ્રુઆરીએ રજૂ થશે સામાન્ય બજેટ

Next Video