Navsari : પતિ-પત્નીના વારંવાર થતા ઝગડાને કારણે છૂટા થવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પતિએ પત્નીને પોતાની સાથે ઘરે આવવાની વાતચીત દરમિયાન પત્નીને પોતાની જ 4 વર્ષની દીકરી સામે જ મોતને ઘાટ ઉતારતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
સાત જન્મોના સાથ નિભાવની કસમો લઈને અલગ અલગ ધર્મના હોવા છતાં એકબીજાને કોલ આપનાર પતિ પત્નીમાં (Husband-Wife) ઉભો થયેલો ખટરાગએ લોહિયાળ અંત આવ્યો છે. અલગ અલગ ધર્મના હોવા છતાં મોનાઝ અને સંદીપ કે એકબીજાને પ્રેમ થતા પરિવારની મરજી વિરુદ્ધ જઈ લગ્ન કર્યા હતા. પરંતુ થોડા વર્ષોમાં જ તેમની વચ્ચે ખટરાગ ઊભો થયો હતો.જેથી પતિ સંદીપ આહિરએ 2 વર્ષથી પિયરમાં રહેતી પત્નીને સાસરીમાં આવવા મનાવવા દરમ્યાન ગઈકાલે પિત્તો ગુમાવી પોતાની 4 વર્ષીય દીકરીની સામે જ તેની માતાનું ઢીમ ઢાળી (Murder) દેતા સમગ્ર બીલીમોરામાં લોકો ચોકી ઉઠ્યા છે.
હત્યારો પતિ હત્યા કરી ફરાર થયો, પણ અકસ્માત થતા આવી ગયો પોલીસ ઝપેટમાં
પત્ની મોનાઝની હત્યા કરી પતિ નવસારી તરફ બાઇક પર ભાગતો હતો. તે દરમ્યાન બીલીમોરા-ગણદેવી રોડ પર રાહદારીઓ સાથે તેનો અકસ્માત થયો હતો અને તેને પગમાં ફ્રેક્ચર સહિત શરીરમાં ઈજાઓ થવા પામી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં પોલીસ પહેરા સાથે હાલમાં દાખલ કરાયો છે અને ડિસ્ચાર્જ થતા ધરપકડ થશે. પોલીસે ઘટનાસ્થળેથી ગુનામાં વપરાયેલા હથિયાર સહિત અન્ય વસ્તુઓ કબજે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. જેથી કરીને ગુનાની તમામ હકીકત ખબર પડે.
આ સમગ્ર પ્રકરણમાં બીલીમોરા પોલીસે તપાસ શરૂ કરી છે. અને પોલીસે દ્વારા સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરતા સંદીપ પત્નીને મારવાના ઈરાદા સાથે જ નવસારીથી આવ્યો હતો. અને તેણે પોતાનો હેતુ પાર પાડ્યો છે. ત્યારે મૃતકની માતાએ પોતાના જમાઈ સંદીપ વિરૂદ્ધ હત્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં ચાર વર્ષીય દીકરીની માતાનું મોત અને પિતા જેલમાં જતાં તેની માથેથી માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
આ પણ વાંચો : Junagadh:પૂજ્ય કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા, લાંબા સમયથી બીમાર હતા, અંતિમ દર્શન કરવા અનુયાયીઓ ઉમટી પડ્યા