Mumbai Sakinaka Rape: મુંબઈ પોલીસે સાકીનાકા બળાત્કાર કેસમાં ચાર્જશીટ દાખલ કરી, 346 પાનામાં 77 લોકોના નોંધાયા જવાબો

મુંબઈ સહિત દેશભરમાં ખળભળાટ મચાવનાર સાકીનાકા બળાત્કાર અને હત્યા કેસમાં મુંબઈ પોલીસે 18 દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કરી છે.

Mumbai Sakinaka Rape: મુંબઈ પોલીસે સાકીનાકા બળાત્કાર કેસમાં ચાર્જશીટ દાખલ કરી, 346 પાનામાં 77 લોકોના નોંધાયા જવાબો
Mumbai Police Commissioner Hemant Nagrale (File photo)
| Edited By: | Updated on: Sep 28, 2021 | 11:38 PM

મુંબઈ સહિત દેશભરમાં ખળભળાટ મચાવનાર સાકીનાકા બળાત્કાર અને હત્યા કેસમાં (Mumbai Sakinaka Rape) મુંબઈ પોલીસે 18 દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કરી છે. 346 પાનાની આ ચાર્જશીટમાં 77 લોકોના જવાબો નોંધવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે આ ચાર્જશીટ ઢિંડોશી કોર્ટમાં દાખલ કરી છે.

સાકીનાકામાં 32 વર્ષીય મહિલા પર બળાત્કાર અને હત્યા બાદ સમગ્ર રાજ્યમાં આક્રોશ હતો. આ બળાત્કારની તુલના દિલ્હીના ‘નિર્ભયા’ કેસ સાથે કરવામાં આવી હતી. આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસે થોડા કલાકોમાં આરોપી મોહન ચૌહાણની ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ ઘટના પછી ખાતરી આપી હતી કે, પોલીસ એક મહિનામાં તપાસ પૂર્ણ કરશે અને ગુનેગારને વહેલી તકે સજા મળે તે માટે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. મુંબઈ પોલીસે 30 દિવસને બદલે 18 દિવસમાં તપાસ પૂર્ણ કરી છે અને ચાર્જશીટ દાખલ કરી છે.

આરોપીએ ગુસ્સામાં કર્યું આ કૃત્ય

પોલીસને તેમની તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ ગુસ્સામાં આ જઘન્ય કૃત્ય કર્યું છે. પીડિત મહિલા અને આરોપી એકબીજાને ઓળખતા હતા. તેમની વચ્ચે ગાઢ સંબંધો પણ હતા. પરંતુ આપેલા વચનો પૂરા ન કરવાને કારણે આરોપી ગુસ્સે થયો હતો. ઘટના પહેલા આરોપીએ મહિલાને મળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 25 દિવસ પહેલા પીડિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહીં. જ્યારે તે લાંબી રાહ જોયા પછી તેને મળી, ત્યારે તેણે ગુસ્સામાં આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું.

તેમણે આ ઘૃણાસ્પદ કામમાં લોખંડના સળિયાનો પણ ઉપયોગ કર્યો હતો. પોલીસે ચાર્જશીટમાં લખ્યું છે કે, આરોપીએ આવું કરવાની યોજના નહોતી બનાવી. તેણે જે કર્યું છે, તેણે ગુસ્સામાં કર્યું છે. આજદિન સુધી કોઈ વકીલ આરોપી વતી વકીલનો પત્ર લેવા આગળ આવ્યો નથી.

જણાવી દઈએ કે 9-10 ની મધ્યરાત્રિએ 2.45 વાગ્યાની આસપાસ, 32 વર્ષીય મહિલા પર આરોપી મોહન ચૌહાણ દ્વારા સાકીનાકાના ખૈરાણી રોડ પાસે બળાત્કાર કરવામાં આવ્યો હતો. બળાત્કાર બાદ તેણે મહિલાને નિર્દયતાથી લોખંડના સળિયાથી ફટકારી અને તેને મહિલાના ગુપ્તાંગમાં દાખલ કર્યું હતું. બપોરે 3 થી 3.15 ની આસપાસ, નજીકની કંપનીના ચોકીદારે પોલીસને જાણ કરી. પોલીસ ત્યાં પહોંચી અને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી. બીજા દિવસે બપોરે 12 વાગ્યે, વધુ પડતા રક્તસ્રાવને કારણે સારવાર દરમિયાન પીડિતાનું મૃત્યુ થયું હતું.

પણ વાંચો: UGC NET 2021 Admit Card: NET પરીક્ષાનું એડમિટ કાર્ડ ટૂંક સમયમાં આવશે, તમે આ રીતે કરી શકશો ડાઉનલોડ

આ પણ વાંચો: પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી નવજોતસિંહ સિદ્ધુએ આપ્યુ રાજીનામુ, કેપ્ટન અમરિંદરે કહ્યુ-પંજાબ જેવા સરહદી રાજ્ય માટે તેઓ અનુકુળ નથી