Maharashtra : 50 લાખ રૂપિયાના ચરસ સાથે યુટ્યુબ ચેનલના ડિરેક્ટરની ધરપકડ, પોલીસને બોલીવુડ ક્નેક્શનની આશંકા

મુંબઈ ક્રાઈમ બ્રાંચે (Crime Branch) એક યુટ્યુબ ચેનલના ડિરેક્ટરની અંધેરીથી ધરપકડ કરી છે. નિર્દેશક ગૌતમ દત્તા પાસેથી એક કિલો ચરસ મળી આવ્યું છે. બજારમાં તેની કિંમત આશરે 50 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે. ત્યારે પોલીસને આ કેસમાં બોલિવુડ ક્નેક્શનની આશંકા છે.

Maharashtra : 50 લાખ રૂપિયાના ચરસ સાથે યુટ્યુબ ચેનલના ડિરેક્ટરની ધરપકડ, પોલીસને બોલીવુડ ક્નેક્શનની આશંકા
mumbai police arrests youtube channel director
| Edited By: | Updated on: Sep 04, 2021 | 10:15 AM

Maharashtra  : મુંબઈ પોલીસે શુક્રવારે એક યુટ્યુબ ચેનલના ડિરેક્ટરની ધરપકડ કરી હતી. તેની પાસેથી આશરે 50 લાખ રૂપિયાનું એક કિલો ચરસ મળી આવ્યું હતુ. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે ગૌતમ દત્તાની (Gautam Dutta)મુંબઈ ક્રાઈમ બ્રાંચના એન્ટી ડ્રગ સેલ (ANC) દ્વારા અંધેરી (West) માંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યુ હતુ કે, જુહુ-વર્સોવામાં રહેતા ગૌતમ દત્તા યુ ટ્યુબ પર ચેનલ (Youtube Channel)ચલાવે છે અને આ ચેનલના ડિરેક્ટર પણ છે. અધિકારીએ કહ્યું કે તે બોલિવૂડ સાથે સારી રીતે જોડાયેલ છે અને ફિલ્મ કલાકારોને ચરસ સપ્લાય કરતો હોવાની શંકા છે.

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ ED સમક્ષ હાજર થઈ

2017 માં હૈદરાબાદમાં ડ્રગ સ્મગલર કેસના સંદર્ભમાં મની લોન્ડરિંગ (Money laundering)તપાસના સંદર્ભમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ શુક્રવારે ED સમક્ષ હાજર થઈ હતી.ઉલ્લેખનીય છે કે, ED એ તેમને હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું.

અગાઉ, EDએ તેલુગુ ફિલ્મ ઉદ્યોગની 10 સેલિબ્રિટીને LSD અને MDMA જેવા માદક દ્રવ્યો સપ્લાય કરવા અંતર્ગત કેસના સંદર્ભમાં સમન્સ પાઠવ્યા હતા. આ ગેંગનો તેલંગાણાના પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પર્દાફાશ કર્યો હતો. ED એ આ કેસમાં તેલુગુ ફિલ્મ(Telugu Movie)  નિર્દેશક પુરી જગન્નાથ અને અભિનેત્રી ચાર્મી કૌરની પણ પૂછપરછ કરવામાં આવી છે.

2017 માં ગેંગનો પર્દાફાશ થયો હતો

જુલાઈ 2017 માં ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને ડ્રગ્સની (Drugs Case) હેરફેર સાથે જોડાયેલા કેટલાક કેસ નોંધવામાં આવ્યા હતા , આ કેસમાં એક અમેરિકન નાગરિક, પોર્ટુગીઝ નાગરિક, દક્ષિણ આફ્રિકન નાગરિક સહિત 20 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

તેલુગુ ફિલ્મ ઉદ્યોગના કેટલાક લોકોના નામ પણ ગેંગ સાથે જોડાયેલા હોવાનુ પૂછપરછ દરમિયાન સામે આવ્યુ હતુ. તેલંગાણા પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (Special Investigation Team) એ આ અંગે નાર્કોટિક્સ કેસની તપાસ પણ કરી હતી અને ત્યારબાદ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા 11 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા લોકો સાથે ગ્રાહક અથવા સપ્લાયર તરીકે તેમનો કોઈ સંબંધ છે કે કેમ તે જાણવા માટે SIT દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ઉપરાંત SITએ રકુલ પ્રીતની પણ પૂછપરછ કરી હતી. ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધિત તપાસના સંદર્ભમાં પણ એનસીબી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Beauty in black: શ્વેતા તિવારીનો ગ્લેમરસ અવતાર, નવી અભિનેત્રીઓને પણ શરમાવે એવી છે ફીટ શ્વેતા

આ પણ વાંચો:એસિડ એટેકની પીડિતા ફરી લડી રહી છે જીવન મરણની જંગ, દીપિકા પાદુકોણે કરી આ મદદ