Mumbai : પરમબીર સિંહ વસૂલી કેસમાં ગેંગસ્ટર છોટા શકીલના ભાઈ અનવર સામે FIR દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર (Former Commissioner of Police) સામે વસૂલાતના આરોપોની તપાસમાં મહત્વની જાણકારી સામે  આવી છે. પરમબીર પર આરોપ છે કે, તે અને તેના સાથીઓ પૈસાની માંગ કરતા હતા અને જો તે ન મળે તો તેઓ વેપારીઓને ખોટા કેસમાં ફસાવતા હતા.ત્યારે આ રેકેટમાં હવે ગેંગસ્ટર છોટા શકીલનું નામ પણ બહાર આવી રહ્યું છે.

Mumbai : પરમબીર સિંહ વસૂલી કેસમાં ગેંગસ્ટર છોટા શકીલના ભાઈ અનવર સામે FIR દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
Parambir Singh (File Photo)
| Edited By: | Updated on: Aug 16, 2021 | 8:56 AM

Mumbai :  મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ખંડણી કેસમાં અંડરવર્લ્ડના જોડાણની તપાસ પણ શરૂ થઈ ગઈ છે. આ સંદર્ભે, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગેંગસ્ટર છોટા શકીલના (gangster Chhota Shakeel) નાના ભાઈ અનવર સામે પણ કેસ દાખલ કર્યો છે.  ઉલ્લેખનીય છે કે, અનવર સહિત અન્ય બે વ્યક્તિ સામે પણ ખંડણી સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ સાથે જોડાયેલા બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે,પરમબીર કેસની (Parambir Singh) તપાસ કરતી SITને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ છોટા શકીલના બિલ્ડરને ધમકી આપતો ઓડિયો સામે આવ્યો હતો.

મુંબઈ ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓડિયો સામે આવ્યા બાદ અનવર સામે કેસ નોંધવામાં આવ્યો છે, જોકે આ કેસની તાર પણ પરમબીર કેસ સાથે જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. મળેલી માહિતી અનુસાર, આ ઓડિયો વર્ષ 2016નો હોવાનું જાણવા મળ્યુ છે અને તે સમયે પરમબીર સિંહ થાણેના પોલીસ કમિશનર (Former Commissioner of Police) હતા. સંજય પુનમિયા નામના બિલ્ડરને છોટા શકીલે આ ધમકી ભર્યો કોલ કર્યો હતો. ત્યારે તપાસમાં બહાર આવ્યું છે કે ઓડિયોમાં છોટા શકીલ સંજય પુનમિયા નામના બિલ્ડરને શ્યામ સુંદર અગ્રવાલ સાથે સમાધાન કરવા માટે  ધમકી આપતો હોવાનું સામે આવ્યું છે.

 

શ્યામ સુંદર અગ્રવાલ કોણ છે?

શ્યામ સુંદર અગ્રવાલે પરમબીર સિંહ સહિત 6 પોલીસ અધિકારીઓ (Police Officer) સામે વસૂલાતનો કેસ દાખલ કર્યો છે. શ્યામ સુંદર અગ્રવાલે મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, પરમબીર સિંહે તેને નકલી કેસમાં ફસાવ્યો હતો. શ્યામ સુંદરનો આરોપ છે કે, પરમબીર સિંહ અને તેના કેટલાક સાથી પોલીસકર્મીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઉપરાંત સુરક્ષા પૂરી પાડવાના નામે પૈસા પડાવ્યા હતા. શ્યામ સુંદર અગ્રવાલનું કહ્યું હતુ કે, જ્યારે તેઓ થાણેમાં (Thane)પોલીસ કમિશનર હતા ત્યારે જબરદસ્તી ખંડણી ઉઘરાવવામાં આવી હતી.

શ્યામ સુંદર અગ્રવાલની ફરિયાદ પર પરમબીર સિંહ સહિત 6 પોલીસકર્મીઓ સામે ફરિયાદ

ક્રાઇમ બ્રાંચના(Crime Branch) સૂત્રોના જણાવ્યા અનુસાર, જે નંબર પરથી બિલ્ડરને ફોન કરાયો હતો તે ફોન છોટા શકીલનો હોવાનું જાણવા મળ્યું છે. આ નંબર પહેલેથી જ પોલીસ રેકોર્ડમાં છે. સંજય પુનમિયાની ફરિયાદના આધારે મુંબઈ પોલીસે શ્યામ સુંદર અગ્રવાલ (Shayam Sundar Agarawal)સામે કેસ નોંધ્યો હતો. શકીલ અને પુનમિયા વચ્ચે આ ફોન રેકોર્ડિંગ વર્ષ 2016 નું છે પરંતુ તેના પર કાર્યવાહી આ વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. હવે શ્યામ સુંદર અગ્રવાલની ફરિયાદ પર મુંબઈ પોલીસે સંજય પુનમિયા અને પરમબીર સિંહ સહિત 6 પોલીસકર્મીઓ સામે કેસ નોંધ્યો છે અને હાલ SIT દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.

 

 

આ પણ વાંચો: Mumbai University: મુંબઈ યુનિવર્સિટીને બોમ્બથી ઊડાવી નાંખવાની ધમકી દેનારની થઈ ઓળખ, જાણો કોણે આપી ધમકી ?

આ પણ વાંચો: Mumbai Local Train : મુંબઈગરાઓ માટે લોકલ ટ્રેન ફરી થઇ શરૂ, વેક્સીનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકો જ કરી શકશે મુસાફરી

 

Published On - 8:54 am, Mon, 16 August 21