મોરબીથી ૩૫ કિલોમીટર દૂર આવેલા નવલખી બંદર નજીકના ઝીંઝુડા ગામમાંથી સમસુદ્દિન નામના શખ્સની ૬૦૦ કરોડનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.ત્યારે કોણ છે આ સમસુદ્દિન અને કેટલા સમયથી અહીં રહેતો હતો તે સવાલ છે.
ગામના અગ્રણી સમલુદ્દિન પીરઝાદાના કહેવા પ્રમાણે સમસુદ્દિન હુસેનમિયા સૈયદ ઉર્ફે પિરઝાદા બાપુ તરીકે ઝીંઝુડા ગામમાં રહેતો હતો અને દોરા ધાગાનું કામ કરતો હતો.ગામના લોકોના કહેવા પ્રમાણે સમસુદ્દિનનું પુરૂ નામ સમસુદ્દિન હુસેનમિયા સૈયદ ઉર્ફે પિરજાદા બાપુ છે.આ શખ્સ દોઢ વર્ષથી આ ગામમાં રહેતો હતો.સમસુદ્દિન ઝીંઝુડા ગામનો ભાણેજ છે.તે મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મિયા ખીજડિયા ગામનો રહેવાસી છે.સમસુદ્દિનના પિતાનું કોરોનામાં અવસાન થયા બાદ તે અહીં તેની માતા સાથે રહેવા આવ્યો હતો.ગામમાં તે શાંત પ્રકૃતિ સાથે રહેતો હોવાનું સામે આવ્યું છે.આ શખ્સ અહીં દોરા ધાગાનું કામ કરતો હતો અને અહીં તેને મળવા માટે અનેક લોકો આવતા હતા.જો કે દોરાધાગાની આળમાં કોઇ શંકાસ્પદ વ્યક્તિ મળવા આવે તો પણ ગામ લોકોને શંકા ન જતી હતી અને આ પિરજાદા બાપુને મળવા આવ્યા હોવાનુ લાગતું હતું.
સમસુદ્દિન જુગાર રમવાની ટેવ વાળો
ગામના અગ્રણીના કહેવા પ્રમાણે સમસુદ્દિન જુગાર રમવાની ટેવ વાળો છે.અગાઉ તે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.તેની બેઠક જુગારીઓ સાથે રહેતી હતી અને તે જુગાર રમતો હતો.પોલીસે જ્યારે સમસુદ્દિનને ત્યાં દરોડો કર્યો ત્યારે પહેલાં તો જુગારની રેડ થઇ હોવાની આશંકા હતી જો કે ત્યારબાદ ગામલોકોને દુર જવા પોલીસે કહ્યું હતું.
ઝીંઝુંડા ગામ નવલખી બંદરથી નજીક આવેલું છે,૧૮૦૦ લોકોની વસ્તી છે
ઝીઝુંડા ગામ મોરબી શહેરથી ૩૫ કિલોમીટર દુર આવેલું છે.નવલખી બંદરથી નજીક અંતરયાણ વિસ્તારમાં આવેલા ગામમાં ૧૮૦૦ લોકોની વસતી આવેલી છે મોટાભાગે મુસ્લિમ અને કોળી સમાજના લોકો આ ગામમાં રહે છે.આ ગામમાં કોઠાવાલા પીરની દરગાહ આવેલી છે જે ધાર્મિક સ્થાન છે અને અહીં અલગ અલગ સ્થળોએથી લોકો દર્શન માટે આવે છે.
નોંધનીય છેકે મોરબીના ઝીંઝુડા ગામેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. મોરબીના ઝીંઝુડા ગામમાં ATS એ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ATS એ પાકિસ્તાનથી મગાવાયેલા 120 કિલો હેરોઈનના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. જેની કિંમત 600 કરોડથી વધુ અંદાજવામાં આવી રહી છે. આ આરોપીની Excusive તસ્વીરો સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે, ઝીંઝુડાના કોઠાવાડા પીરની દરગાહની બાજુના મકાનમાં ડ્રગ્સ છૂપાવ્યું હતું. જ્યાં ATS ની ટીમે રવિવારની રાત્રે બે મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી ડ્રગ્સ ઝડપાયું છે. જે શખ્સોની ધરપકડ કરાઈ છે તેમાં ગુલાબ હુસૈન, શમસુદ્દીન, મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારનો સમાવેશ થાય છે. જેમાં ગુલાબ હુસૈન જામનગરના સલાયાનો રહેવાસી છે. અને મુખ્તાર જબ્બાર જામનગરના જોડિયાનો રહેવાસી છે.