બળાત્કારીને 20 વર્ષની સજા : મહેસાણાના વડનગરમાં 20 વર્ષની સગીરા પર આચર્યું હતું દુષ્કર્મ

|

Nov 17, 2021 | 10:35 PM

વર્ષ 2019માં મહેસાણા જિલ્લાના વડનગરમાં ઠાકોર જલાજી ઉર્ફે જયેશજી રમેશજી 20 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે વડનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.

MEHSANA : મહેસાણાની સ્પેશીયલ પોક્સો કોર્ટે બળાત્કારના આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. વર્ષ 2019માં મહેસાણા જિલ્લાના વડનગરમાં ઠાકોર જલાજી ઉર્ફે જયેશજી રમેશજી 20 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે વડનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં આજે 17 નવેમ્બરે મહેસાણાની સ્પેશીયલ પોક્સો કોર્ટે ચુકાદો આપતા આ કેસના આરોપી ઠાકોર જલાજી ઉર્ફે જયેશજી રમેશજીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.6000 દંડ ફટકાર્યો છે.

બીજી બાજું સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર બળાત્કાર કરીને હત્યા કરવાના કેસમાં મંગળવારે માત્ર સાત દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની સાથે આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા હતા અને કોર્ટમાં સુનાવણી પણ આજે 17 નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવી છે.

આ કેસમાં ગઈકાલે 16 નવેમ્બરે આરોપી ગુડ્ડુ યાદવ વિરુદ્ધ પ્રથમ વખત કોર્ટમાં આરોપ ઘડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલો પણ કોર્ટમાં હાજર થયા હતા. આરોપીએ તેના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. ત્યારબાદ કોર્ટે ન્યાયિક પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. ફરિયાદ પક્ષ વતી સરકારી વકીલ નયન સુખેડવાલાએ કોર્ટને દસ્તાવેજી પુરાવા સોંપ્યા હતા. ત્યારબાદ કોર્ટે સુનાવણી બુધવાર સુધી ટાળી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, દિવાળીના દિવસે એટલે કે 4 નવેમ્બરના રોજ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી અઢી વર્ષની બાળકી ગુમ થઈ હતી. ત્રણ દિવસ પછી 7 નવેમ્બરે બાળકીનો મૃતદેહ ઘરથી 700 મીટર દૂર ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. બાળકી પર કોઈએ બળાત્કાર કરીને તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે બાળકીના પાડોશી ગુડ્ડુ મધેશ યાદવની બળાત્કાર અને હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી.

આ કેસમાં પોલીસે વહેલામાં વહેલી તકે તપાસ પૂર્ણ કરી અને રેકોર્ડ સમયમાં માત્ર સાત દિવસમાં આરોપીઓ સામે સોમવારે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

આ પણ વાંચો : મોરબી ડ્રગ્સ કેસ : 600 કરોડના ડ્રગ્સ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ, કુલ 5 આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો : વધુ એક ડ્રગ્સ રેકેટ : ગુજરાતના દરિયાકાંઠેથી વધુ 120 કરોડનું 24 કિલો ડ્રગ્સ ઝડપાયું, 3 આરોપીઓની ધરપકડ

Next Video