MBBSની સીટ વેચવાનું કૌભાંડ, હુર્રિયત નેતા સહિત 6ની કરાઈ ધરપકડ, નાણાંનો ઉપયોગ આતંકી ફંડિંગમાં થવાનો હતો

|

Aug 19, 2021 | 3:08 PM

જમ્મુ અને કાશ્મીર પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીર (CIK) વિંગે બુધવારે ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાંથી અલગતાવાદી નેતા ઝફર અકબર ભટ અને એક મહિલા સહિત છ લોકોની ધરપકડ કરી હતી.

MBBSની સીટ વેચવાનું કૌભાંડ, હુર્રિયત નેતા સહિત 6ની કરાઈ ધરપકડ, નાણાંનો ઉપયોગ આતંકી ફંડિંગમાં થવાનો હતો
Racket to sell MBBS seats busted (symbolic picture)

Follow us on

જમ્મુ અને કાશ્મીર પોલીસની (Jammu Kashmir Police) કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીર (CIK) વિંગે બુધવારે ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાંથી અલગતાવાદી નેતા ઝફર અકબર ભટ અને એક મહિલા સહિત છ લોકોની ધરપકડ કરી હતી. પાકિસ્તાનમાં MBBS સહિત અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમોની બેઠકો વેચવાના મામલે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. એક આરોપ એવો પણ છે કે, બાળકો પાસેથી મળેલા નાણાંનો ઉપયોગ આતંકવાદના ભંડોળ માટે થવાનો હતો.

સીઆઈકેએ (CIK) ધરપકડ કરાયેલા લોકોની ઓળખ મોહમ્મદ અકબર ભટ અને અન્ય તરીકે કરી છે. CIKએ કહ્યું કે, બે આરોપીઓ જેમની સામે પૂરતા પુરાવા છે તેઓ ધરપકડ ટાળી રહ્યા છે અને બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બંનેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. તત્કાલ કેસમાં બે આરોપીઓ સામેલ છે, જેઓ 1990ના દાયકાની શરૂઆતમાં ગેરકાયદે હથિયારો અને દારૂગોળાની તાલીમ માટે પાકિસ્તાન સ્થળાંતર કરીને ત્યાં સ્થાયી થયા હતા. ISIએ આમાં મદદ કરી હતી.

ગયા વર્ષે નોંધાયો કેસ

ભારતમાં હુર્રિયત સાથે જોડાયેલા લોકોની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેઓ આતંકવાદ અને ઉગ્રવાદી સંબંધિત પ્રવૃત્તિઓ માટે ભંડોળ માટે અને તેમની સાથે જોડાયેલા હતા. સીઆઈકેએ કહ્યું કે, શ્રીનગરના પોલીસ સ્ટેશનના વિશ્વસનીય સૂત્રોની મદદથી તેમની ઓળખ કરવામાં આવી. તેઓ MBBS અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઘણી કોલેજોમાં બેઠકો વેચી રહ્યા હતા. ગયા વર્ષે નોંધાયેલા કેસમાં ફોજદારી તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

તપાસ દરમિયાન તે બહાર આવ્યું કે, ઘણા કિસ્સાઓમાં MBBS અને અન્ય વ્યાવસાયિક ડિગ્રીઓને લગતી બેઠકો એવા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી જેઓ નજીકના પરિવારના સભ્યો અથવા માર્યા ગયેલા આતંકવાદીઓના સંબંધી હતા. એજન્સીના જણાવ્યા અનુસાર, એવા પણ કિસ્સાઓ હતા કે જેમાં અલગ અલગ હુર્રિયત નેતાઓ માટે ફાળવવામાં આવેલ ક્વોટા એમબીબીએસ અને અન્ય વ્યાવસાયિક ડિગ્રી મેળવવા માંગતા વિદ્યાર્થીઓના વાલીઓને એક યા બીજી રીતે વેચવામાં આવ્યા હતા.

કેટલી હતી એક સીટની કિંમત ?

ડિજિટલ રેકોર્ડ્સ અને કાગળની રસીદો તેમજ બેંક વ્યવહારો સંબંધિત રેકોર્ડ્સના વિશ્લેષણથી જાણવા મળ્યું કે, એકત્રિત નાણાંનો મોટો હિસ્સો વ્યક્તિગત ઉપયોગ માટે અલગ રાખવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે, તપાસમાં બહાર આવ્યું છે કે, એક સીટની સરેરાશ કિંમત 10 થી 12 લાખની વચ્ચે હતી. હુર્રિયત નેતાઓની ભલામણ પર પણ કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને છૂટ પણ આપવામાં આવી હતી.

 

આ પણ વાંચો: PGCIL Recruitment 2021 : ફિલ્ડ એન્જીનિયર પદ પર ભરતી, 27 ઑગષ્ટ સુધી કરી શકશો એપ્લાય

આ પણ વાંચો: Anurag Thakur Jan Ashirvad Yatra : હિમાચલ ભવનથી અનુરાગ ઠાકુરની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ, પરવાનુમાં કરવામાં આવશે ભવ્ય સ્વાગત

Published On - 3:07 pm, Thu, 19 August 21

Next Article