RAJKOT : દવા કૌભાંડમાં SOGની તપાસમાં મોટા ખુલાસા, જાણો કેવી રીતે બનાવાતી હતી નકલી દવા

|

Sep 03, 2021 | 6:47 PM

આરોગ્ય વિભાગે કહ્યું કે ઓશો ક્લિનિકમાં મળેલો દવાનો જથ્થો વિશ્વાસપાત્ર નથી.આ દવા પર લખેલો FSSAI નંબર પણ ખોટો છે, તો દવાના જથ્થા પરનું ફૂડ રજીસ્ટ્રેશન અને લાયસન્સ પણ ખોટું છે.

RAJKOT : રાજકોટમાંથી બોગસ દવાના ઝડપાયેલા કૌભાંડમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. SOG અને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પરેશ પટેલના ST પોર્ટ પર આવેલા ઓશો ક્લિનિકમાં તપાસ કરી.આ તપાસ દરમિયાન એવી હકીકતો સામે આવી જેણે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ આશ્ચર્યમાં મુકી દીધા.

રાજકોટમાં એક્સપાયરી દવા વેચવાના કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે એક્સપાયર થયેલી દવામાં ચ્યવનપ્રાશ, સીરમની ભેળસેળ કરવામાં આવતી હતી.આ ભેળસેળવાળી દવાને પરેશ પટેલ મધુમેહનાશક નામે ઈમ્યુનિટી બૂસ્ટરના નામે લોકોને પધરાવતો હતો. પરેશ પટેલ એક્સપાયર થયેલી કફ સીરપ, કિડની અને અન્ય વિટામીનની દવાનો જથ્થો ખરીદતો હતો.જેમાં ભેળસેળ કરીને આયુર્વૈદિક દવાને નામે લોકોને વેચતો હતો. આરોગ્ય વિભાગે કહ્યું કે ઓશો ક્લિનિકમાં મળેલો દવાનો જથ્થો વિશ્વાસપાત્ર નથી.આ દવા પર લખેલો FSSAI નંબર પણ ખોટો છે, તો દવાના જથ્થા પરનું ફૂડ રજીસ્ટ્રેશન અને લાયસન્સ પણ ખોટું છે.

પરેશ પટેલ રાજકોટ જ નહીં, પણ સૌરાષ્ટ્રભરમાં નજીવા નફાની લાલચે જીવનરક્ષકના નામે જીવનભક્ષક સમાન દવા વેચતો હતો.લોકો આયુર્વેદિક દવાઓ આડઅસર નહીં કરે તેમ સમજીને ખરીદતા હતા.. પરેશ પટેલ પર SOG અને આરોગ્ય વિભાગે તપાસનો સકંજો કસ્યો છે, ત્યારે સમગ્ર કેસ અંગે જ્યારે પરેશ પટેલને પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તપાસ પૂર્ણ થયા પછી તે પોતાની વાત રજૂ કરશે.

આ પણ વાંચો : RAJKOT : આર.કે. ગ્રૂપના સીઝ કરવામાં આવેલા બેંક લોકરમાંથી કરોડો રૂપિયા મળી આવ્યાં

આ પણ વાંચો : ગીર અભયારણ્યમાં ગેરકાયદે ખનન મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, ખનન કરનારા સામે કાર્યવાહીની આપી ચેતવણી

Published On - 6:46 pm, Fri, 3 September 21

Next Video