SURAT: લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી બળાત્કાર કરનાર આરોપીને 10 વર્ષની સજા

|

Jan 02, 2022 | 1:17 PM

SURAT NEWS : ગૌતમે સગીરાને લગ્નની લાલચ આપીને ભાગી જવા માટે કહ્યું હતું. પરંતુ શરૂઆતમાં સગીરાએ ના પાડતા ગૌતમે પોતે આત્મહત્યા કરવાની ચીમકી પણ આપી હતી.

SURAT: લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી બળાત્કાર કરનાર આરોપીને 10 વર્ષની સજા
SURAT CRIME NEWS

Follow us on

આરોપી સગીરાને ભગાડી પહેલા જૂનાગઢ, દ્વારકા અને ત્યારબાદ હળવદ અને ત્યારબાદ પોતાના વતનમાં લઈ ગયો હતો.

SURAT : સુરતના કાપોદ્રામાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી જઇને બળાત્કાર કરવાના કેસમાં સરથાણાના યુવકને 10 વર્ષની સખત કેદની સજા અને 20 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.આરોપીએ સગીરાને આત્મહત્યા કરવાની ધમકી આપી બ્લેકમેઇલ પણ કરી હતી . આ કેસની વિગત મુજબ મુળ ભાવનગરનો વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા પાસે ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતો ગૌતમભાઇ રમેશભાઇ વોરા સને -2017 માં કાપોદ્રા વિસ્તારમાં રહેતો હતો.

આ દરમિયાન સામે જ રહેતી એક સગીરા સાથે તેની મુલાકાત થઇ હતી. સગીરાના માતા-પિતા જ્યારે પણ બહાર જતા હતા ત્યારે ગૌતમ સગીરાને મળીને વાતચીત કરતો હતો.ગૌતમે સગીરાને લગ્નની લાલચ આપીને ભાગી જવા માટે કહ્યું હતું. પરંતુ શરૂઆતમાં સગીરાએ ના પાડતા ગૌતમે પોતે આત્મહત્યા કરવાની ચીમકી પણ આપી હતી. આખરે સગીરા ગૌતમની વાતમાં આવી ગઇ હતી અને તેની સાથે ભાગી ગઇ હતી.

સ્કૂલમાંથી એલસીનું કામ પતાવીને ઘરે આવેલા સગીરાના માતા-પિતાને પુત્રી જોવા મળી ન હતી. આ મામલે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતા ગૌતમ સગીરાને પહેલા જૂનાગઢ, દ્વારકા અને ત્યારબાદ હળવદ અને ત્યારબાદ પોતાના વતનમાં લઈ ગયો હતો.આ દરમિયાન સગીરા વતનમાં હોવાની માહિતી મળતા પોલીસ અને પરિવારના સભ્યો સગીરાને લઇ આવ્યા હતા. પોલીસે ગૌતમની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિશાલ ફળદુએ દલીલો કરીને આરોપીને વધુમાં વધુ સજા કરવા માટે દલીલો કરી હતી. સ્પેશિયલ POCSO કોર્ટના જજ દિલીપ મહિડાએ બંને પક્ષોની દલીલો બાદ આરોપી ગૌતમને 10 વર્ષની સખત કેદની સજા અને 20 હજારનો દંડ કરતો હુકમ કર્યો હતો. જ્યારે સગીરાના પરિવારને રૂ.50 હજારનું વળતર આપવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને આદેશ કર્યો હતો.

આ પણ વાંચો : CHHOTA UDEPUR : વડોદરા- અલીરાજપુર હાઈવે પર બસના અકસ્માતમાં 3 મુસાફરોના ઘટનાસ્થળે મોત, 28 ઘાયલ

આ પણ વાંચો : DAHOD : બે વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું

Next Article