સુરેન્દ્રનગરના મ્યુકોરમાઈકોસીસના ઈન્જેક્શન કૌભાંડનો મુખ્ય આરોપી અમદાવાદથી ઝડપાયો

|

Sep 28, 2021 | 8:37 PM

સુરેન્દ્રનગરમાં મ્યુકોરમાઈકોસીસ માટેના ઇમ્ફોટેરિસિન-બી ઇન્જેકશનની કાળાબજારીનો કેસ જૂન મહિનામાં સામે આવ્યો હતો છે.

SURENDRANAGAR : સુરેન્દ્રનગરમાં મ્યુકોરમાઈકોસીસના ગેરકાયદે ઈન્જેક્શન કૌભાંડ સામે આવ્યું હતું.. આ મામલે સુરેન્દ્રનગર પોલીસે અમદાવાદથી કૌભાંડના મુખ્ય આરોપી શિવમ રાવલને ઝડપી પાડ્યો છે.. આ મામલે પોલીસે પહેલા ત્રણ આરોપીને દબોચી લીધા હતા… પરંતુ મુખ્ય આરોપી શિવમ રાવલ ફરાર થઈ ગયો હતો.. પરંતુ સુરેન્દ્રનગર પોલીસે મધ રાત્રે અમદાવાદથી તેને પકડી પાડ્યો છે.. અને કોર્ટમાં હાજર કરી તપાસ હાથ ધરી છે…

સુરેન્દ્રનગરમાં મ્યુકોરમાઈકોસીસ માટેના ઇમ્ફોટેરિસિન-બી ઇન્જેકશનની કાળાબજારીનો કેસ જૂન મહિનામાં સામે આવ્યો હતો છે.સુરેન્દ્રનગરની બી ડિવિઝન પોલીસે..બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે વોચ ગોઠવીને બે આરોપીને ઇન્જેકશનની કાળાબજારી કરતા રંગેહાથ ઝડપી લીધા હતા અને 20 ઇન્જેકશનનો જથ્થો કબજે કર્યો હતો.આરોપીઓ પ્રત્યેક ઇન્જેકશન 9 હજાર રૂપિયામાં વેચીને કાળાબજારી કરતા હતા. પોલીસે સમગ્ર મામલે 2 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : SURAT : કડોદરામાં ગટરની સમસ્યા અંગે નગરપાલિકા ખાતે હોબાળો, 100 થી વધુ નગરજનોએ વિરોધ કર્યો

આ પણ વાંચો : ભાવનગરના માર્ગો પર મોટા ખાડાઓ અને રખડતા ઢોર, બંનેમાંથી જીવના જોખમે બચવું પડે છે

Next Video