Mahesana: દારૂબંધીની ડિંગ વચ્ચે મહેસાણા પોલીસે 40 લાખનો દારૂ ઝડપી પાડ્યો, અમદાવાદમાં ડિલીવરી માટે જતુ હોવાની શંકા

|

Aug 12, 2021 | 8:57 AM

મહેસાણા LCB પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથધારી છે.

Mahesana: પ્યાસીઓની પ્યાસ બુઝે તે પહેલા જ મહેસાણા પોલીસે મેવડ નજીકથી 40 લાખનો દારૂ ઝડપી લીધો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે આટલા મોટા દારૂના જથ્થા મળવાના દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે.

તેવામાં મહેસાણાના મેવડ નજીકથી 40 લાખનો દારૂ ઝડપાયો છે. મેવડ ટોલનાકા નજીકથી દારૂ ભરેલુ કન્ટેનર પોલીસને હાથ લાગ્યું છે. હરિયાણા પાર્સિંગનુ કન્ટેનર મહેસાણા તરફથી અમદાવાદ તરફ જતું હતું જેમાં લાખો રૂપિયાની વિદેશી શરાબ ભરી હતી.

25 લાખનું કન્ટેનર મળી કુલ 65,70,400નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જેમાં એક આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે અને 4 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મહેસાણા LCB પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથધારી છે.

આ પણ વાંચો: Kinnaur landslide update: ITBPના જવાનોને હાથ લાગ્યો બસનો કાટમાળ, વધુ ત્રણ મૃતદેહ મળતા આંકડો 13 પર પહોચ્યો

આ પણ વાંચો: VADODARA : 4 કરોડના સોનાની ચોરીના કેસમાં બંને આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજુર  

Next Video