Lucknow Terror Case: અલકાયદાનું હવે ઈ રિક્શા સાથે કનેક્શન સામે આવ્યું, UP ATSની પૂછપરછમાં વાંચો શું થયો મોટો ખુલાસો

સમય બદલાયો છે અને અલકાયદા જેવા સંગઠનો એ બોમ્બ બ્લાસ્ટ કરવા માટે ઈ રિક્શા અને પ્રેશર કુકર બોમ્બ પર પસંદગી ઉતારી

Lucknow Terror Case: અલકાયદાનું હવે ઈ રિક્શા સાથે કનેક્શન સામે આવ્યું, UP ATSની પૂછપરછમાં વાંચો શું થયો મોટો ખુલાસો
Lucknow Terror Case: Al-Qaeda's connection with e-rickshaws now exposed (File Picture)
| Edited By: | Updated on: Jul 16, 2021 | 7:42 AM

Lucknow Terror Case: UP ATS દ્વારા ઝડપી પાડાવામાં આવેલા અલકાયદા (Al-Qaeda) સમર્થિત અંસાર ગજવાતુલ સાથે જોડાયેલા શકમંદોની તપાસમાં મોટા કાવતરાનો પર્દાફાશ થવા પામ્યો છે. આ સાથે જ અલકાયદા જેવા સંગઠનની નવી મોડેસ ઓપરેન્ડી પણ સામે આવી છે. આશરે 10 વર્ષ પહેલા ઉત્તરપ્રદેશમાં થયેલા કચેરી બ્લાસ્ટ પછી હુજી, લશ્કર, સિમી જેવા આતંકી સંગઠનોએ સાયકલ અવે ટિફિન બોમ્બનાં ઉપયોગની શરૂઆત કરી હતી, જો કે હવે સમય બદલાયો છે અને અલકાયદા જેવા સંગઠનો એ બોમ્બ બ્લાસ્ટ કરવા માટે ઈ રિક્શા અને પ્રેશર કુકર બોમ્બ પર પસંદગી ઉતારી છે.

પકડાયેલા પાંચ ઓરોપી વચ્ચે સંપર્કનું સાધન ઈ રિક્શા જ હતું. અલકાયદાનાં પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર અને કાશ્મીરનાં હેન્ડલરનાં સીધા સંપર્કમાં રહેલા મુખ્ય આરોપી મિનહાઝ હસનગંજ વિસ્તારમાં ઈ રિક્શાની બેટરીની દુકાનનો માલિક હતો, બીજો આરોપી મસીરૂદ્દીન પણ ઈ રિક્શા જ ચલાવતો હતો. મિનહાઝને પિસ્તોલ આપવા વાલો શકીલ પણ ઈ રિક્શા જ ચલાવતો હતો. મિનહાઝ માટે શકીલને પિસ્તોલ આપવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા બધા ઈ રિક્શા ચલાવતા હોવાથી એક બીજાનાં સંપર્કમાં આવ્યા હતા.

મિનહાઝ સૌથી ખતરનાક અને કટ્ટર વિચારધારા હોવાનનું બહાર આવ્યું છે. મિનહાઝે જ મસીરૂદ્દીનને પણ વિસ્ફોટનાં કાવતરામાં સામેલ કરવા માટે સામેલ કર્યો હતો. એ સિવાયપકડાયેલો મુસ્તકીમ પણ ધાર્મિક કટ્ટર છે તેતી જ તે આમાં સામેલ થયો હતો.

UP ATSની પૂછપરછમાં ખુલાસો

તપાસ એજન્સીની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે મિનહાઝે મસીરૂદ્દીનને લખનઉ ધમાકા માટે ગેરકાયદે રિક્શા ચાલક અને તેમના માલિકો સાથે સંપર્ક વધારવા માટે કહેવામાં આવ્યું હતું. ભીડવાલા વિસ્તારમાં બ્લાસ્ટ કર્યા બાદ ગેરકાયદે રિક્ષાનાં કોઈ કાગળ ન હોવાથી તેમને પકડી ન શકાય તે તેમનું આયોજન હતું. ઉત્તરપ્રદેશ પોલીસે તાજેતરમાંજ ગેરકાયદે ફરતી આવી ઈ રિક્શાને પડવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ભીડવાળી જગ્યા પર તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

Published On - 7:42 am, Fri, 16 July 21