કચ્છના જખૌમાંથી ઝડપાયેલા રૂ. 280 કરોડના હેરોઇન કેસમાં દિલ્હીથી ચાર આરોપીની ધરપકડ

|

Apr 28, 2022 | 3:51 PM

ગુજરાત ATSની ગિરફતમાં રહેલ પાકિસ્તાનીઓ અલહજલ બોટમાં 280 કરોડનું હેરોઇન જથ્થો લઈ આવ્યા હતા. જે હેરોઇનનો જથ્થો પાકિસ્તાની કરાચી ડ્રગ્સ માફિયા મુસ્તુફાએ મોકલ્યો હતો.

કચ્છના જખૌમાંથી ઝડપાયેલા રૂ. 280 કરોડના હેરોઇન કેસમાં દિલ્હીથી ચાર આરોપીની ધરપકડ
Kutch- Rs. 280 crore heroin case Four accused arrested from Delhi

Follow us on

કચ્છના (Kutch) જખૌની દરિયાઈ સીમામાંથી પકડાયેલ 280 કરોડનું હેરોઇન કેસમાં (Drugs Case) દિલ્હી NCB અને ATS સંયુક્ત ઓપરેશનમાં દિલ્હીથી (Delhi) ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુઝફરનગરની એક ફેક્ટરીમાંથી 35 કિલો ડ્રગ્સ મળી આવ્યું. જે મામલે દિલ્હી NCB એક ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. અન્ય બે આરોપીને ગુજરાત ATS ભુજ કોર્ટમાં લાવી રિમાન્ડ મેળવ્યા છે.

ગુજરાત ATSની ગિરફતમાં રહેલ પાકિસ્તાનીઓ અલહજલ બોટમાં 280 કરોડનું હેરોઇન જથ્થો લઈ આવ્યા હતા. જે હેરોઇનનો જથ્થો પાકિસ્તાની કરાચી ડ્રગ્સ માફિયા મુસ્તુફાએ મોકલ્યો હતો. જે દરિયાઈ સીમામાંથી ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો ઉતારી બાય રોડ દિલ્હી મોકલવાના હતા. હેરોઇનો જથ્થો દિલ્હીનો હૈદર રાજી રિસીવ કરવાનો હતો. જેથી ગુજરાત ATS અને દિલ્હી NCB સંયુક્ત ઓપરેશનથી હૈદર રાજીની મુઝફર નગરમાં આવેલી ફેક્ટરીમાં દરોડા પાડી 35 કિલો ડ્રગ્સ પકડયું. જે બાદ ઇમરાન આમીર,અવતારસિંહ અને અબ્લુદ ખાલીકની ધરપકડ કરવામાં આવી છે. ફેકટરીમાં મળી આવેલ ડ્રગ્સ બાબતે દિલ્હી NCB ગુનો નોંધી બે આરોપી ધરપકડ કરી છે. ત્યારે અન્ય બે આરોપી ભુજ કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવ્યા છે.

હેરોઇન જથ્થો લઈ આવેલા 9 પાકિસ્તાની બોટ લઈ ભાગવા જતા ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેમાં એક આરોપીને ગોળીથી ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પરંતુ અન્ય 8 આરોપીઓ 9 દિવસના રિમાન્ડ પર છે. ત્યારે ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાની કરાંચી ડ્રગ્સ માફિયા મુસ્તુફાએ હેરોઇન જથ્થો દિલ્હીના હૈદર રાજીન મોકલવાનો સોદો કર્યો હતો. જે હેરોઇન મટિરિયલ ફોર્મમાં હોવાથી તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો હતો. જેને લઈ અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો

ડ્રગ્સ લઈ પાકિસ્તાની કનેક્શન સામે આવતા જ અન્ય એજન્સીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. ત્યારે પાકિસ્તાની ડ્રગ્સ માફિયા મુસ્તુફા અગાઉ ભારતમાં ક્યાં ડ્રગ્સનો જથ્થો મોકલ્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :આયેશા આપઘાત કેસ : આરોપી પતિને 10 વર્ષની કેદની સજા, કોર્ટે વીડિયોને મહત્વનો પુરાવો ગણાવ્યો

આ પણ વાંચો :NEET 2022 Reservation: NEETમાં EWS માટે 10% અનામતનો મુદ્દો, જાણો સુપ્રીમ કોર્ટ ક્યારે સંભળાવશે ચુકાદો

Next Article