મુંદ્રામાં ગઢવી યુવકના કસ્ટોડિયલ ડેથથી સમાજમાં રોષ, સોમવારે મુંદ્રા બંધનું એલાન

|

Feb 07, 2021 | 11:39 PM

કચ્છના મુન્દ્રામાં વધુ એક ગઢવી સમાજના યુવકના કસ્ટોડિયલ ડેથ કેસમાં ચારણ સમાજ રોષે ભરાયો છે અને આવતીકાલે મુન્દ્રા બંધનું એલાન આપ્યું છે.

કચ્છના  Mundraમાં વધુ એક ગઢવી સમાજના યુવકના કસ્ટોડિયલ ડેથ કેસમાં ચારણ સમાજ રોષે ભરાયો છે.અને આવતીકાલે મુન્દ્રા બંધનું એલાન આપ્યું છે. કસ્ટોડિયલ ડેથના વિરોધમાં મુન્દ્રા શહેર બંધ રાખવા ચારણ સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે. ચારણ સમાજની વસ્તી ધરાવતા તમામ ગામડા સ્વૈચ્છિક બંધ રહેશે.સમઘોઘા ગામમાં આવતીકાલે સભા યોજાશે.મહત્વનું છે કે, Mundra તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરીના બનાવ મુદ્દે શંકાના આધારે પોલીસે ત્રણ શકમંદ શખ્સોને ઉઠાવી લોકઅપમાં ઢોર માર માર્યો હતો. જે પૈકી અરજણ ગઢવી નામના યુવાનનું કસ્ટડીમાં મોત થયું હતું. અને પોલીસ ટોર્ચરના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા બે યુવાનોને ઉચ્ચ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. તેમાંથી એક હરજોગ હરિ ગઢવી નામના યુવકનું 16 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું. ત્યારે બે યુવકોના મોતથી કચ્છના ગઢવી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.

 

Published On - 11:33 pm, Sun, 7 February 21

Next Video