KUTCH : ભચાઉના નેર ગામમાં અનુસૂચિત જાતિના લોકો દ્વારા કનડગતનો વિરોધ, બીજા દિવસે પણ પોલીસ સ્ટેશન બહાર ધરણાં

|

Nov 23, 2021 | 3:02 PM

અન્ય જ્ઞાતિના લોકો વિરોધ સાથે ભચાઉ પોલિસ મથકે વિરોધમાં બેઠા છે. ગઈકાલથી યોગ્ય ન્યાયની માંગ સાથે લોકો વિરોધ કરી રહ્યા છે. ભચાઉ પોલિસ મથક બહાર બીજા દિવસે પણ વિરોધ જારી રહ્યો છે.

કચ્છ : ભચાઉના નેર ગામે અનુસુચિત જાતિના લોકો દ્વારા કનડગતનો મુદ્દો ગરમાયો છે. અન્ય જ્ઞાતિના લોકો વિરોધ સાથે ભચાઉ પોલિસ મથકે વિરોધમાં બેઠા છે. ગઈકાલથી યોગ્ય ન્યાયની માંગ સાથે લોકો વિરોધ કરી રહ્યા છે. ભચાઉ પોલિસ મથક બહાર બીજા દિવસે પણ વિરોધ જારી રહ્યો છે. દલિત પરિવારના સભ્યો દ્વારા અન્ય વર્ણના લોકોને ખોટી રીતે હેરાન કરાય છે તેવા આક્ષેપો થઇ રહ્યાં છે. અને, આ મામલે યોગ્ય ન્યાય નહી મળે ત્યા સુધી વિરોધ પર બેસવાની ચીમકી આપવામાં આવી છે. મંદિરમાં પ્રવેશ મુદ્દે દલિત પરિવાર પર હુમલાની ઘટના પછી હવે ગામમાં દલિતો દ્વારા ખોટી રીતે હેરાન કરાય છે.

ભચાઉ તાલુકાના નેર ગામે રામ મંદિરમાં પ્રવેશ કરવા મુદ્દે દલિત પરિવાર પર ટોળાએ હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો. દરમિયાન ત્રણેક દિવસ પહેલાં દલિત વૃદ્ધે ભચાઉ પોલીસમાં વધુ એક અરજી કરી હતી. જેથી ગ્રામજનોમાં આક્રોશની લાગણી પ્રવર્તી ગઈ હતી અને આજે નેર ગામના સેકડો ગ્રામજનોએ હિજરત કરીને ભચાઉ ડીવાયએસપી કચેરી સામે ધરણાં પર બેસી જતાં હડકંપ મચી ગયો છે.

એકાદ મહિના અગાઉ ભચાઉ તાલુકાના નેર ગામે રામ મંદિરમાં દર્શન કરવા મુદ્દે ટોળા દ્વારા જગા વાઘેલા અને તેમના પરિવારજનો પર હિચકારો હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો. ઘટનાને પગલે રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો સાંપડયા હતા અને મંત્રીઓ દોડી ગયા હતા. ઘટનાની ગંભીરતા પારખી પોલીસે આરોપીને ઝડપી પાડયા હતા.

આ પણ વાંચો : હવે મનીષ તિવારીના પુસ્તકનો વિવાદ, 26/11 પછી PAK પર કાર્યવાહી ન કરવી એ મનમોહન સરકારની નબળાઈ, ભાજપે માંગ્યો જવાબ

 

Published On - 2:26 pm, Tue, 23 November 21

Next Video