બિઝનેસમેનના પુત્રનું અપહરણ કરી ૧૦૦ બીટકોઈનની ખંડણી મંગાઈ, 7ની ધરપકડ

|

Dec 19, 2020 | 5:06 PM

કર્ણાટકના ઉજિરેમાં અપહરણકારોએ વેપારીના આઠ વર્ષના પુત્રનું અપહરણ કરી રૂ .17 કરોડની ખંડણી માંગનાર 7 અપહરકારોની ધરપકડ કરી છે. રસપ્રદ વાત એ છે કે, આ ખંડણીની માંગ બિટકોઇનના રૂપમાં કરવામાં આવી છે. આઠ વર્ષના બાળક અનુભવના અપહરણકર્તાઓએ 100 બિટકોઇન્સની માંગ કરી હતી.  ભારતમાં વર્ચ્યુલ કરન્સી પ્રતિબંધિત છે ત્યારે અપહરણકારોની મોડ્સ ઓપરેન્ડી કેસને એક અલગ દિશા […]

બિઝનેસમેનના પુત્રનું અપહરણ કરી ૧૦૦ બીટકોઈનની ખંડણી મંગાઈ, 7ની ધરપકડ

Follow us on

કર્ણાટકના ઉજિરેમાં અપહરણકારોએ વેપારીના આઠ વર્ષના પુત્રનું અપહરણ કરી રૂ .17 કરોડની ખંડણી માંગનાર 7 અપહરકારોની ધરપકડ કરી છે. રસપ્રદ વાત એ છે કે, આ ખંડણીની માંગ બિટકોઇનના રૂપમાં કરવામાં આવી છે. આઠ વર્ષના બાળક અનુભવના અપહરણકર્તાઓએ 100 બિટકોઇન્સની માંગ કરી હતી.  ભારતમાં વર્ચ્યુલ કરન્સી પ્રતિબંધિત છે ત્યારે અપહરણકારોની મોડ્સ ઓપરેન્ડી કેસને એક અલગ દિશા તરફ વળી હતી જેમને ટ્રેસ કરતા આજે સવારે 5 વાગે બાળકને મુક્ત કરાવી લેવાયો હતો.

kidnappers demanded a ransom of 100 bitcoins

પોલીસે જણાવ્યું હતું કે અપહરણકર્તાઓએ ગુરુવારે સાંજે જનાર્દન સ્વામી મંદિર નજીક કારસ્ટ્રીટ પાસે કારમાં આવેલા ત્રણથી ચાર અપહરકારોએ બિજોય એજન્સીના માલિકના પુત્ર અનુભવનું તેના ઘર પાસેથી અપહરણ કર્યું હતું. અપહૃત બાળકના દાદા એ.કે. શિવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તે પોતાના પૌત્ર અનુભવ સાથે evening walk પછી ઘરે પરત ફરી રહયા હતા ત્યારે અપહરણકારોએ તેના પૌત્રને ઘરના ગેટ પાસે કારમાં ખેંચી લીધો હતો અને તેનું અપહરણ કર્યું હતું. તે બાળકને બચાવવા કઈ કરે તે પહેલાં અપહરણકારો ભાગી ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ઘટનાના થોડા સમય બાદ અપહરણકારોએ અનુભવની માતા પાસેથી ખંડણી માંગી હતી. બાળકને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે. પરિવારે પોલીસનો સંપર્ક કરતા અપહરણકારોએ ખંડણીની માંગ ૧૦૦ થી ઘટાડી 60 બિટકોઇન્સ કરી પોલીસની મદદ વિના મામલો પતાવી દેવા ઓફર આપી હતી. પોલીસને સંપર્ક કરતાં પરિવારને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ હતી. દક્ષિણ કન્નડ એસપી બી.એમ. લક્ષ્મી પ્રસાદ દ્વારા રચાયેલી એક વિશેષ તપાસ ટીમે કર્ણાટકના કોલર જિલ્લાના કુરમોહોશાલી ગામમાંથી બાળકને મુક્ત કરાવ્યો છે.

સવારે 5  બંધ ઘરમાં ધાવો બોલાવી બાળકને મુક્ત કરાવી અપહરણકારોને ઝડપી પાડ્યા હતા. બીટકોઈનમાં ખંડણી માંગનાર આરોપીઓનો ઈરાદો અને તેમની પાછળ કોઈ નો હાથ છે કે કેમ તે જાણવા પોલીસે રિમાન્ડ માંગ્યા છે

 

Next Article