જુનાગઢ : મોબાઇલ શોપમાં 14 લાખની ચોરી, તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા

|

Nov 29, 2021 | 5:05 PM

આ ચોરીની ઘટનામાં તસ્કરોએ દુકાનમાંથી દરેક-દરેક મોબાઇલની ચોરી કરી છે. અને, એક પણ મોબાઇલ દુકાનમાં છોડયો નથી. અને માત્ર 30 જ મિનિટમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે.

જૂનાગઢમાં MG રોડ સ્થિત મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરો વહેલી સવારના શટર તોડી દુકાનમાં ઘુસ્યા હતા. તસ્કરોએ 13 લાખના મોબાઈલ ફોન અને 90 હજારની રોકડ સહિત આશરે 14 લાખની ચોરી કરી છે. તસ્કરોએ માત્ર અડધા કલાકમાં જ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં ઝડપાઈ છે. ચોરીની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી છે. તસ્કરોએ આ ચોરીને આસાનીથી અંજામ આપ્યો છે.

માત્ર 30 મિનિટમાં આપ્યો ચોરીને અંજામ

નોંધનીય છેકે આ ચોરીની ઘટનામાં તસ્કરોએ દુકાનમાંથી દરેક-દરેક મોબાઇલની ચોરી કરી છે. અને, એક પણ મોબાઇલ દુકાનમાં છોડયો નથી. અને માત્ર 30 જ મિનિટમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. ત્યારે આ ચોરીની ઘટનાને પગલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે. અને, સીસીટીવી ફુટેજના આધારે પોલીસે ઝડપથી આરોપીઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. હવે જોવું રહ્યું કે પોલીસ આરોપીઓ સુધી કયારે પહોંચે છે અને આ ચોરીની ઘટનાની તપાસમાં નવું શું સામે આવે છે.

આ પણ વાંચો : Shashi Tharoor: શશિ થરૂરે મહિલા સાંસદો સાથે શેર કર્યો ફોટો, લખ્યું કોણ કહે છે લોકસભા આકર્ષક જગ્યા નથી? સોશિયલ મીડિયા પર મચ્યો હંગામો

આ પણ વાંચો : UPSC Success Story: એક સમયે અભ્યાસથી દુર ભાગતા કુમાર અનુરાગ આ રીતે બની ગયા IAS ઓફિસર, વાંચો એમની રસપ્રદ કહાની

Next Video