Jamnnagar: પ્રેમ પ્રકરણમાં 10 લોકોએ કર્યો જીવલેણ હુમલો, પ્રેમીના કાકાની નિર્મમ હત્યાથી ભારે ચકચાર, જાણો સમગ્ર મામલો

|

Apr 27, 2022 | 1:21 PM

જામનગરના કોંઝા ગામમાં રહેતા 50 વર્ષીય એક આધેડની હર્ષદપુર ગામમાં પ્રેમ પ્રકરણમાં નિર્મમ હત્યા (Murder) થઈ હોવાની ઘટના સામે આવી છે. જ્યારે પ્રેમી યુવક એવા તેના ભત્રીજાને ઇજા થઇ છે. દસ જેટલા શખ્સો દ્વારા છરી-ધોકા- પાઇપ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવ્યું છે.

Jamnnagar: પ્રેમ પ્રકરણમાં 10 લોકોએ કર્યો જીવલેણ હુમલો, પ્રેમીના કાકાની નિર્મમ હત્યાથી ભારે ચકચાર, જાણો સમગ્ર મામલો
Symbolic image

Follow us on

Jamnagar: કોંઝા ગામમાં રહેતા 50 વર્ષીય એક આધેડની હર્ષદપુર ગામમાં પ્રેમ પ્રકરણમાં નિર્મમ હત્યા (Murder) થઈ હોવાની ઘટના સામે આવી છે. જ્યારે પ્રેમી યુવક એવા તેના ભત્રીજાને ઇજા થઇ છે. દસ જેટલા શખ્સો દ્વારા છરી-ધોકા- પાઇપ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવ્યું છે. જે મામલે પોલીસે પ્રેમિકાના પિતા અને કાકા એડવોકેટ સહિત દસ આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ ઘટનાની વિગત એવી છે કે, જામનગર તાલુકાના કોંઝા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા દશરથસિંહ નવલસિંહ ભટ્ટી નામના 22 વર્ષના યુવાનને નાઘુના ગામમાં રહેતા પ્રકાશસિંહ ભૂપતસિંહ કેશુરની પુત્રી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બંને લગ્ન કરવા માંગતા હતા પરંતુ યુવતીના પિતા પ્રકાશસિંહને આ લગ્ન પ્રસ્તાવ મંજૂર ન હતો. જેથી બન્નેને લગ્નની ના પાડી હતી અને યુવતી સાથે પ્રેમ સંબંધ તોડી નાખવાનું કહ્યું હતું તેમ છતાં પણ યુવકે પ્રેમ સંબંધ ચાલુ રાખ્યો હતો. જેની જાણકારી મળતાં ગઈકાલે દશરથસિંહ હર્ષદપુર ગામમાં આવ્યો હતો, ત્યારે પ્રેમિકાના પિતા પ્રકાશસિંહ તથા તેના કાકા એડવોકેટ સંજયસિંહ કેશુર વગેરે એકત્ર થયા હતા, અને દશરથસિંહને મૂઢ માર માર્યો હતો.

મૃતકના પરીવારજનો

જેથી યુવકે પોતાના કાકા શિવુભા જીવણસંગ ભટ્ટી (ઉ.વ.૫૦) ને બોલાવી લીધા હતા. પ્રકાશ સિંહ સહિતના દસ જેટલા શખ્સો ઉશ્કેરાયેલા હતા, અને છરી ધોકા પાઈપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં તેઓને ગંભીર ઇજા થઇ અને ઘાયલ હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યું થયું અને આ બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવની જાણ થતાં પંચકોશી બી.ડીવીઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

આ બનાવ અંગે પ્રેમી યુવક દશરથસિંહ નવલસિંહ ભટ્ટીએ પોતાના ઉપર તેમજ પોતાના કાકા પર હુમલો કરી કાકા શિવુભાની હત્યા નિપજાવવા અંગે નાઘુના ગામના વતની અને પોતાની પ્રેમિકા ના પિતા પ્રકાશસિંહ ભૂપતસિંહ કેશુર, વિક્રમસિંહ ભૂપતસિંહ કેશુર, મહેન્દ્રસિંહ ઉર્ફે ટીનો ભૂપતસિંહ કેશુર, એડવોકેટ સંજયસિંહ ભૂપતસિંહ કેશુર, ધાર્મિક પ્રકાશસિંહ, ધાર્મિકના દાદી, મમલો ગોવિંદભાઈ કોળી, રવિ સોલંકી (રહે.ચેલા ગામ) તથા અન્ય બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદના અનુસંધાને પોલીસે દસેય આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 302, 307, 323, 294, (ખ), 506-2, 143, 147, 148, 149, તથા જી.પી.એકટ કલમ 135-1 હેઠળ ગુનો નોંધ્યો છે, અને ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પ્રેમ પ્રકરણના કારણે પ્રેમી યુવકના કાકાએ જીવ ગુમાવ્યો હોવાથી હર્ષદપુર, નાઘુના અને કોંઝા ગામમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો: CBSE Board Exam 2022: એક રૂમમાં માત્ર 18 વિદ્યાર્થીઓ, 51 દિવસ સુધી ચાલશે પરીક્ષા, આ રહી CBSE 10-12ની પરીક્ષાની તમામ માહિતી

આ પણ વાંચો: HPCL Recruitment 2022: હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં નોકરી મેળવવાની તક, લેબ એનાલિસ્ટ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article