Jammu-Kashmir : શોપિયામાં એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓ ઠાર, અમરનાથ યાત્રામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરાશે

|

Apr 09, 2021 | 7:15 PM

Jammu-Kashmir : બાબા મહોલ્લામાં આતંકીઓ હોવા અંગેની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

Jammu-Kashmir : શોપિયામાં એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓ ઠાર, અમરનાથ યાત્રામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરાશે
JAMMU KASHMIR IG VIJAY KUMAR, PHOTO : ANI

Follow us on

Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શોપિયામાં આતંકવાદીઓ સાથેની આ અથડામણમાં સુરક્ષાદળોએ પાંચ આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે.

શોપિયામાં એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓ ઠાર
Jammu-Kashmir ના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોએ એક એન્કાઉન્ટરમાં આતંકી સંગઠન અંસાર ગજવતુલ હિંદ (AGuH)ના વડા ઈમ્તિયાઝ અહેમદ શાહ સહિત પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસે શુક્રવારે આ માહિતી આપી હતી. બાબા મહોલ્લામાં આતંકીઓ હોવા અંગેની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શોપિયા એન્કાઉન્ટર (Shopian Encounter) પર કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું છે કે પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેઓ સ્થાનિક આતંકવાદી છે. બે આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીન (Hezbollah Mujahideen)ના છે, એક લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) નો અને બે AGuHના છે.

મસ્જીદમાં છુપાયા હતા આતંકવાદીઓ
કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું કે બાબા મહોલ્લામાં આતંકીઓ હોવા અંગેની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેના પર સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી અને અથડામણ શરૂ થઇ ગઈ હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

પોલીસે એક ટ્વિટમાં કહ્યું છે કે, આતંકવાદીના ભાઈ અને સ્થાનિક ઈમામસાહેબને મસ્જીદમાં છુપાયેલા આતંકવાદીને બહાર લાવવા અને સરેન્ડર કરવા માટે મોકલવામાં આવ્યા હતા. મસ્જિદને બચાવવા પ્રયાસો ચાલુ છે.” આતંકવાદીઓએ બપોરના સમયે આશરે ત્રણ વાગ્યે શોપિયા શહેરના ઈમામસાહિબ ખાતે પોલીસ અને CRPFની તપાસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું.

FILE PHOTO : Amarnath Yatra

28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા
Jammu-Kashmir માં આ વર્ષની વાર્ષિક અમરનાથ યાત્રા ( Amarnath Yatra) 28 જૂનથી શરૂ થઈ રહી છે. અમરનાથ યાત્રામાં સુરક્ષાદળો દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેમ જેમ બાતમી મળી રહી છે તેમ તેમ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ વખતે અમરનાથ યાત્રા 56 દિવસ ચાલશે અને આ માટે 1 એપ્રિલ, 2021 થી રજીસ્ટ્રેશન શરૂ થયું હતું. શ્રીઅમરનાથજીના દર્શન માટે દેશભરમાંથી ભક્તો આખું વર્ષ રાહ જુએ છે. શ્રીઅમરનાથ શ્રાઇન બોર્ડ મુસાફરોને આ યાત્રા સરળ બનાવવા માટે મોટા પ્રમાણમાં વ્યવસ્થા કરે છે. મુસાફરોના રોકાણ અને ભોજનથી લઈને તેમના માટે બસોની વ્યવસ્થા કરે પણ છે.

 

Published On - 7:15 pm, Fri, 9 April 21

Next Article