સુરતના મોરાભાગળ સ્થિત SBI બેંકની શાખામાં મહિલા કેશીયર બેંકની બાજુમાં સીડીએમ મશીનમાં જતા વેંત અજાણ્યા માસ્કધારી યુવાને કેશીયરની કેબીનમાંથી રોકડા 1.93 લાખ લઈને રફુચક્કર થઇ જતા રાંદેર પોલીસ (police) દોડતી થઇ ગઇ હતી. પોલીસે CCTV ફુટેજના આધારે ચોરને પકડવા માટેની કામગીરી હાથ ધરી છે.
શહેરના મોરાભાગળ સ્થિત SBI બેંકની શાખામાં કલાર્ક તરીકે ફરજ બજાવતા અને 112, નુતન રો હાઉસ, વિદ્યાકુંજ સ્કૂલની પાસે, પાલનપુર જકાતનાકા, વિમલાબેન વિજય પટેલ રાબેતા મુજબ જ બુધવારના રોજ બેંકમાં ગયા હતા. પોતાની કેબીનમાં જઇ ડ્રોઅરમાંથી રોકડા 5 લાખ રૂપિયા કાઢી ટેબલ પર મુકયા હતા. ત્યાર પછી તેઓ બેંકની બાજુમાં આવેલા સીડીએમ મશીન પાસે ચાલ્યા ગયા હતા. જયાં બેંકના ખાતેદારે આવી કહ્યું હતું કે, મેડમ તમારા ડ્રોઅરમાંથી કંઇક ગયું હોય તેવું લાગે છે. જેને કારણે વિમલાબેન તુરંત જ પોતાની કેબીનમાં દોડી ગયા હતા. અને ત્યાં ચેક કરતા 5 લાખ રૂપિયા ગાયબ હતા. જેથી વિમલાબેન તરત જ બેંકના CCTV ફૂટેજ જોતા અંદાજે 35 વર્ષીય યુવાન કેશિયર કેબીનની અંદર આવી ડ્રોઅર ખોલી તેમાં મુકેલા રોકડા 1.93 લાખ રૂપિયા કાપડની થેલીમાં મુકીને લઇ જતો. અને બેંકમાંથી ઝડપથી બહાર જતા નજરે ચડ્યો હતો. રાંદેર પોલીસની તપાસમાં રોકડ રૂપિયા લઈને જવામાં એક નહીં. પરંતુ ચારથી પાંચ જણા હોવાનું અને ત્રણથી ચાર રીક્ષા બદલી કામરેજ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે.
જે રીતે સુરતના એસબીઆઇ બેન્કની અંદર લોકોની ભીડ વચ્ચે આ ઈસમ પહેલેથી જ જાણે રેકી કરી ચોરીને અંજામ આપ્યો છે. જેમાં એસબીઆઇ બેન્કની અંદરથી 1.96 લાખ રોકડા રૂપિયા કેશિયરને છેતરી અને ચોરી કરી છે તે બાબત ગંભીર છે. કારણ કે આ રીતે બેન્કની અંદર પણ બેન્કો દ્વારા પણ સાવચેતી રાખવી મહત્વની જરૂરી બન્યું છે. કારણકે બેન્કની અંદર રોકડ રૂપિયા અને મોટો વ્યવહાર થતો હોય છે. ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટ, ડાયમંડ યુનિટો નજીક આવેલી બેન્કની અંદર આવી ઘટના ન બને તે માટે ખાસ કરીને બેંકના મેનેજરોએ સાવચેતી રાખવી મહત્વની છે. અને પોલીસ દ્વારા પણ આ બાબતે આજે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
Published On - 5:11 pm, Fri, 8 April 22