કેરળમાં આર્થિક તંગીમાં ત્રસ્ત ડૉક્ટર દંપતીએ 2 મહિલાઓની બલી ચઢાવી, ઘરમાં પૈસા અને સંપત્તિ આવે તે આશયથી બેનો ભોગ લેવાયો

|

Oct 12, 2022 | 1:12 PM

ત્રિરુવલ્લામાં (Kerala) રહેતા ડોક્ટર ભાગવત ઘણા સમયથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા હતા. તેમની પત્ની લીલાએ પેરુમ્બવૂરમાં રહેતા એક તાંત્રિકનો સંપર્ક કર્યો.

કેરળમાં આર્થિક તંગીમાં ત્રસ્ત ડૉક્ટર દંપતીએ 2 મહિલાઓની બલી ચઢાવી, ઘરમાં પૈસા અને સંપત્તિ આવે તે આશયથી બેનો ભોગ લેવાયો
આરોપી તબીબ દંપતિ
Image Credit source: Social Media

Follow us on

કેરળના (Kerala)ત્રિરુવલ્લામાં એક અંધશ્રદ્ધાળુ (Superstition)ડૉક્ટર અને તેની પત્નીએ(Doctor couple) બે મહિલાઓનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા (murder)કરી નાખી. આ પછી બંનેના મૃતદેહને દફનાવવામાં આવ્યા હતા. આરોપીઓને ખાતરી હતી કે આમ કરવાથી તેમના ઘરમાં સંપત્તિ અને કીર્તિ આવવા લાગશે. આ કામમાં એક સ્મગલરે પણ તેની મદદ કરી હતી. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓની મંગળવારે ધરપકડ કરી હતી. ક્રાઇમ ન્યુઝ અહીં વાંચો. 

મહિલાના મોબાઈલ લોકેશન પરથી ખુલ્યું રહસ્ય

ત્રિરુવલ્લાના રહેવાસી ડો. ભાગવત લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. તેની પત્ની લીલાએ પેરુમ્બાવુરમાં રહેતા શિહાબનો સંપર્ક કર્યો. તેણે કહ્યું કે ભગવાન ફક્ત માનવ બલિદાનથી જ ખુશ થશે અને આ માટે તેણે બે મહિલાઓનું બલિદાન આપવાનું કહ્યું. સાથે જ કહ્યું કે, તે મહિલાઓ માટે બલિદાનની વ્યવસ્થા કરશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કેવી રીતે મહિલાઓ અંધશ્રધ્ધાની આગમાં ભોગ લેવાઇ

ત્રિરુવલ્લામાં રહેતા ડોક્ટર ભાગવત ઘણા સમયથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા હતા. તેમની પત્ની લીલાએ પેરુમ્બવૂરમાં રહેતા એક તાંત્રિકનો સંપર્ક કર્યો. તેણે કર્યું- માણસની બલિ આપવાથી ભગવાન ખુશ થશે. તેણે બે મહિલાઓની બલિ આપવા કહ્યું. સાથે એ પણ કહ્યું કે બલિ માટે મહિલાઓની વ્યવસ્થા પણ તે કરી દેશે. આ પછી લીલાએ ફેસબુક દ્વારા શિહાબનો સંપર્ક કર્યો. પૈસા અને કામની લાલચ આપીને શિહાબ કલાડી અને કડાવંતરાની બે મહિલાઓને ત્રિરુવલ્લામાં લાવ્યો હતો. અહીંથી ડોક્ટર્સ કપલ અને શિહાબ બંનેને પથનમથિટ્ટાના એલાંથુર લઈ ગયા. અહીં જ તેઓને તંત્ર દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો અને બંનેને ત્યાં જ દફનાવવામાં આવ્યા હતા.

પોલીસે હત્યાનો ઉકેલ્યો ભેદ, આરોપીઓ ગિરફતાર

પોલીસ કમિશનર સીએચ નાગરાજુએ જણાવ્યું હતું કે કદાવંતરાથી લાવવામાં આવેલી મહિલાના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તેના મોબાઈલનું લોકેશન શોધીને ત્રિરુવલ્લા પહોંચી ગઈ હતી. ત્યાંના સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ જાણવા મળ્યું કે મહિલાનો ડોક્ટર સાથે સંપર્ક હતો. જ્યારે પોલીસે ડોક્ટર દંપતીને કસ્ટડીમાં લઈ તેમની કડક પૂછપરછ કરી તો તેમણે સમગ્ર રહસ્ય ખોલ્યું. હાલ તો આ ઘટનાને લઇને પોલીસ ઉંડી તપાસ કરી રહી છે. અને, વધુ કોઇ રહસ્ય પરથી પડદો ઉંચકાય તો નવાઇ નહીં.

Published On - 1:12 pm, Wed, 12 October 22

Next Article