છોકરીઓના વોશરૂમમાં લગાડ્યો હિડન કેમેરા, 1200 અર્ધ-નગ્ન વીડિયો રેકોર્ડ કરનારા વિદ્યાર્થીની ધરપકડ

|

Nov 24, 2022 | 7:05 AM

કર્ણાટક(Karnataka)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક ખાનગી કોલેજના વિદ્યાર્થીની છોકરીઓના અર્ધ-નગ્ન વીડિયો રેકોર્ડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

છોકરીઓના વોશરૂમમાં લગાડ્યો હિડન કેમેરા, 1200 અર્ધ-નગ્ન વીડિયો રેકોર્ડ કરનારા વિદ્યાર્થીની ધરપકડ
Hidden camera installed in girls' washroom, student arrested for recording 1200 semi-nude videos (Symbolic Image)

Follow us on

કર્ણાટકમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક ખાનગી કોલેજના વિદ્યાર્થીની છોકરીઓના અર્ધ-નગ્ન વીડિયો રેકોર્ડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થી પર આરોપ છે કે તેણે હોસ્ટેલની વિદ્યાર્થીનીઓના વીડિયો રેકોર્ડ કરવા માટે વોશરૂમમાં  કેમેરા લગાવ્યો હતો, તેમજ તેણે 1200 થી વધુ અર્ધ-નગ્ન વિડીયો અને છોકરીઓના ફોટો વિડિયો રેકોર્ડ કર્યા છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીનું નામ શુભમ એમ આઝાદ છે.

પોલીસે જણાવ્યું કે શુભમે તેની ગર્લફ્રેન્ડની અર્ધ નગ્ન તસવીરો પણ ક્લિક કરી હતી. તેના પર આ આરોપ પણ લગાડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે તાજેતરમાં હોસ્ટેલમાંથી ભાગી ગયો હતો જ્યારે કેટલીક છોકરીઓએ તેને વોશરૂમમાં છુપાયેલ કેમેરા ઠીક કરતા પકડ્યો હતો. હોસાકેરેહલ્લી નજીકની એક ખાનગી કોલેજમાં બનેલી આ ઘટના અધિકારીઓએ હોસ્ટેલમાં સ્થાપિત સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કર્યા પછી પ્રકાશમાં આવી હતી, પોલીસે જણાવ્યું હતું.

આરોપી અગાઉ પણ પકડાયો હતો

પોલીસે જણાવ્યું કે તેણે અગાઉ પણ આવું જ કર્યું હતું અને તે પકડાઈ ગયો હતો. લેખિતમાં માફી માંગ્યા બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું કે કોલેજના પ્રોફેસરની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તેનો ફોન જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે તેના ફોનમાંથી 1200થી વધુ વીડિયો અને તસવીરો મળી આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપી પાસે બીજો ફોન છે અને તેમાં વધુ વીડિયો હોઈ શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સંબંધિત કલમો હેઠળ નોંધાયો કેસ

મીડિયા સાથે વાત કરતા વરિષ્ઠ પોલીસ અધિકારી પી કૃષ્ણકાંતે કહ્યું, “આરોપી કોલેજનો વિદ્યાર્થી છે. તેણે આ ગંદું કૃત્ય કર્યું છે. આ કારણોસર, અમે તેની વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. ફરિયાદના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ. આ મામલે અમે ટૂંક સમયમાં કેસ દાખલ કરીશું અને મામલાની તપાસ શરૂ કરીશું. તેણે આગળ કહ્યું, ‘તપાસમાંથી મળેલી માહિતી વિશે અત્યારે હું વાત કરી શકું તેમ નથી. વીડિયો વિશે વધુ માહિતી એકત્ર કરવામાં આવશે, તે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે અને બિહારનો છે.

Published On - 7:05 am, Thu, 24 November 22

Next Article