Gujarati Video: યુપીના કુખ્યાત હિસ્ટ્રીશીટર અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં ચિકનપાર્ટી કરતો હોવાનો ચોંકાવનારો દાવો

|

Mar 14, 2023 | 1:35 PM

Ahmedabad: અમદાવાદની સાબરમતી જેલમાં યુપીનો ગેંગસ્ટર અને સપાનો પૂર્વ સાંસદ ચિકન પાર્ટી કરતી હોવાનો ઘટસ્ફોટ એક પોલીસકર્મીની અરજીમા થયો છે. એક IPS અધિકારી 20 લાખનો હપ્તો લઈને અતિક અહેમદને સગવડો આપતા હોવાનો અરજીમાં દાવો કરાયો છે.

Gujarati Video: યુપીના કુખ્યાત હિસ્ટ્રીશીટર અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં ચિકનપાર્ટી કરતો હોવાનો ચોંકાવનારો દાવો

Follow us on

અમદાવાદમાં સાબરમતી જેલમાં કેદ યુપીના કુખ્યાત હિસ્ટ્રીશીટર અતીક અહેમદ અંગે એક પોલીસકર્મીની અરજીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસકર્મીએ કરેલી અરજીમાં દાવો કર્યો છે કે સપાનો પૂર્વ સાંસદ અને યુપીનો કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદ સાબરમતી જેલમાં ચિકન પાર્ટી કરી રહ્યો છે. સાબરમતી જેલમાં અતીકને VIP સગવડો મળતી હોવાનો પણ ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.

IPS અધિકારી 20 લાખનો હપ્તો લઈ અતીકને સગવડો આપતા હોવાનો દાવો

એક IPS અધિકારી 20 લાખનો હપ્તો લઈ અતીક અહેમદને  VIP સગવડો આપતા હોવાનો પોલીસકર્મીની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે. અતીકને 24/7  CCTV કેમેરાની દેખરેખમાં રાખવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. છતા જેલમાં એક IPS અધિકારીની રહેમનજર હેઠળ અતીક અહેમદને મોબાઈલ સહિતની VIP સગવડો મળતી હોવાનો પોલીસકર્મીએ અરજીમાં દાવો કર્યો છે.

IPS અધિકારીઓ અતીક સાથે જેલમાં ચિકન પાર્ટી કર્યાનો દાવો

પોલીસકર્મીએ કુખ્યાત ગેંગસ્ટર અને હત્યા સહિતના ગુનાના આરોપી અતીકને સાબરમતી જેલમાં મળતી VIP સગવડો અંગે સુપ્રીમ કોર્ટ, CBI, સહિત અનેક જગ્યાએ લેખિતમાં જાણ કરી છે. અરજીમાં પોલીસકર્મીએ IPS અધિકારીએ અતીક સાથે જેલમાં ચિકનપાર્ટી પણ કરી હોવાનો દાવો કર્યો છે. સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ના હોવા છતા પરિવારને મળતા હોવાનો પણ ઘટસ્ફોટ કરાયો છે.

Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos

આ પણ વાંચો: Umesh Pal Murder Case: પૂર્વ સાંસદ અતીક અહેમદની મુશ્કેલીઓ વધી, પત્ની શાઇસ્તા પરવીન અને બંને પુત્રો સામે FIR દાખલ

હિસ્ટ્રીશીટર અતીક અહેમદને રાયબરેલીની જેલમાંથી સાબરમતી જેલમાં કરાયો છે ટ્રાન્સફર

આપને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશમાં પાંચ વાર ધારાસભ્ય રહી ચુકેલો અને એકવાર સાંસદ રહી ચુકેલો હિસ્ટ્રીશીટર અતીક અહેમદને રાયબરેલી જેલમાંથી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેને 24 કલાક સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ રાખવા કોર્ટનો સ્પષ્ટ આદેશ છે. અતીક અહેમદે જેલમાંથી જ ઉમેશ પાલની હત્યાનું કાવતરુ ઘડ્યુ હોવાનું પણ યુપી પોલીસની તપાસમાં સામે આવ્યુ છે. BSPના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના એકમાત્ર સાક્ષી ઉમેશ પાલની 24 ફેબ્રુઆરીએ અતીકના પુત્ર સહિતના સાગરીતોએ ફાયરિંગ કરી હત્યા કરી હતી. આ હત્યાની સોપારી અતીકે જ આપી હોવાનુ પણ તપાસમાં સામે આવ્યુ છે.

Next Article