ગુજરાત રાજ્ય (Drugs mafia)ડ્રગ્સ માફિયાઓના સોફ્ટ ટાર્ગેટમાં હોવાના NCB ના ચોંકાવનારા આંકડા સામે આવ્યા. 2021માં ડ્રગ્સના કેસ વધ્યા છે. સાઉથ બાદ હવે ગુજરાતમાં ડ્રગ્સ માફિયા (Drugs mafia)સક્રિય થતા સેન્ટ્રલ એજન્સીઓની ચિંતા વધી છે. જોકે ડ્રગ્સથી યુવાપેઢીને બચાવવા એનસીબી અભિયાન શરૂ કર્યું છે.
ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સની હેરાફેરી માટે ડ્રગ્સ માફિયાઓ હવે અલગ અલગ તરકીબો અપનાવી રહ્યા છે. જેથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઇન્ટ બની ગયો છે. જેનું કારણ છે કે ડ્રગ્સ માફિયાઓ હવે ચેન્નઈ અને શ્રીલંકા દરિયાકાંઠેથી ડ્રગ્સની હેરાફેરી બંધ કરી દીધી છે. આમ તો ભારતના સાઉથ દરિયાકાંઠે ડ્રગ્સના કનસાઈન્ટમેન્ટ હેરાફેરી સેન્ટર પોઇન્ટ હતું. પરંતુ સેન્ટ્રલ એજન્સીઓની કડક કાર્યવાહી બાદ હવે સાઉથ દરિયાકાંઠે ડ્રગ્સની હેરાફેરી પ્રવૃત્તિ બંધ કરી ગુજરાત દરિયાકાંઠના સોફ્ટ ટાર્ગેટ બનાવ્યો છે. NCB એ 2021માં ડ્રગ્સને લઈને જાહેર કરેલા આંકડાની સંખ્યાથી સાબિત થાય છે કે ડ્રગ્સ માફિયા માટે ગુજરાત હોટ ફેવરિટ (Hot favorites) બન્યું છે.
એનસીબીની ટીમે ગુજરાતમાં વર્ષ 2021માં કરેલા એન.ડી.પી.એસના કેસના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાંથી MD ડ્રગ્સનો જથ્થો વધુ ઝડપી લેવામાં આવ્યો છે. સાથે જ યુવાવર્ગમાં ચરસ, ગાંજો, કફ શિરપ અને એમ.ડી ડ્રગ્સ લેવાનું પ્રમાણ વધતા હવે આ બધા ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં હેરરોઇનનો જથ્થાની હેરાફેરી પણ જોવા મળી રહી છે. જેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ડ્રગ્સ માફિયાઓ હેરોઇન હેરાફેરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ, વડોદરા, પોરબંદર, મહેસાણા અને જામનગરમાં ડ્રગ્સ માફિયાના ટાર્ગેટ પર છે. જ્યાં સૌથી વધુ ડ્રગ્સનું નેટવર્ક સામે આવ્યું છે. જેથી ડ્રગ્સ માફિયાના નેટવર્કને પકડવાની સાથે NCB એ યુવાપેઢીને ડ્રગ્સથી બચાવવા સ્કૂલ અને કોલેજમાં અભિયાન શરૂ કર્યું.
યુવાપેઢીને બદબાદ કરવાનું પાકિસ્તાનના કાવતરું સામે આવતા સેન્ટ્રલ એજન્સીઓ અને NCB સતર્ક છે. હવે પાકિસ્તાને આતંકવાદ બાદ નાર્કોટેરેરીઝમ મોડ્યુલ દ્વારા યુવાનોને ટાર્ગેટ કર્યા છે. ત્યારે ગુજરાતના 8 જિલ્લાઓ ડ્રગ્સના હોટ સ્પોર્ટ હોવાનું ખુલતા હવે ડ્રગ્સ માફિયાની પકડવા માટે એક્શન પ્લાન ઘડાયો છે.
આ પણ વાંચો : Sharda River : ગુજરાતમાં ખળખળતી વહેશે નેપાળની શારદા નદી, જાણો કેન્દ્ર સરકારના આ ભગીરથ કાર્ય વિશે
આ પણ વાંચો : SURAT : મહિધરપુરામાં એક કરોડની સનસનીખેજ લૂંટ, 3 લૂંટારું ફરાર