Rajkot : ગુજરાત ATSએ રાજકોટમાંથી (Rajkot) 2 દિવસ પહેલા ઝડપી પાડેલા આતંકીઓની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. આંતકીઓના ટાર્ગેટ પર ગુજરાતમાં આગામી સમયમાં આવનાર જન્માષ્ટમી તહેવાર હતો. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વનું વિશેષ મહત્વ છે, લાખોની સંખ્યામાં લોકો પર્યટન સ્થળો, મંદિરો અને લોકમેળામાં ઉમટી પડતા હોય છે. ત્યારે આ જ તકનો લાભ ઉઠાવી આતંકીઓએ કાવતરું ઘડ્યું હતું. પરંતુ આ કાવતરાને ગુજરાત ATSએ નિષ્ફળ બનાવી લીધું છે.
આ પણ વાંચો Breaking News રાજકોટથી પકડાયેલા અલકાયદાના ત્રણેય આતંકવાદીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર
ATSની તપાસમાં એવું પણ ખુલ્યું છે કે આતંકીઓએ રેલવે સ્ટેશનની રેકી પણ કરી હતી. આતંકીઓ તેમના મનસુબાને પાર પાડે તે પહેલા જ તેમને ગુજરાત ATSએ ઝડપી પાડ્યા છે. હજુ અનેક ખુલાસાઓ થવાની શક્યતા છે.
આ ઉપરાંત સોશિયલ મિડીયાના માધ્યમથી AK 47 જેવા હથિયારો ચલાવવાની પણ ટ્રેનિંગ લેતા હોવાનું સામે આવ્યું છે. 10થી 12 જેટલા શકમંદોની ATS પૂછપરછ કરી રહી છે જેમાં એક સાળા-બનેવી ATSની રડાર પર છે. વર્ષોથી બંગાળી કારીગર તરીકે કામ કરતા સાળા બનેવીએ લોકલ સપોર્ટ પૂરો પાડ્યો હોવાની માહિતી સામે આવી છે. તો ત્રણ આતંકીઓ સાથે ત્રણ કટ્ટરપંથીઓ તેમાં જોડાયાની આશંકા છે.
રાજકોટમાંથી ઝડપાયેલા 3 આતંકીઓના બેંક ખાતાઓની તપાસ હાથ ધરાઇ છે. આતંકીઓના સંપર્કમાં રહેલા લોકો તેમજ પરિવારજનોના બેંક ખાતાની પણ તપાસ કરાશે. વિદેશથી કોઇ ફન્ડીંગ થયું છે કે કેમ તે દિશામાં ATS દ્વારા તપાસ કરાશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:53 am, Thu, 3 August 23