
સરકારે એક નવા પ્રકારના કૌભાંડ વિશે ચેતવણી આપી છે. ગૃહ મંત્રાલયની સાયબર સિક્યોરિટી એજન્સી ‘I4C’ એ હેકર્સ દ્વારા ઓનલાઈન છેતરપિંડી અંગે આ ચેતવણી બહાર પાડી છે.
સ્કેમર્સ તમને ડિલિવરી એજન્ટ, કુરિયર અથવા બીજી કોઈ સર્વિસના નામે ઢોંગ કરશે અને ફોન કરીને તમારી સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરશે.
સ્કેમર્સ તમને એક ચોક્કસ નંબર ડાયલ કરવાનું કહેશે, ત્યારબાદ તેઓ તમારું બેંક ખાતું ખાલી કરી દેશે. સરકારે લોકોને આવી છેતરપિંડીથી બચવા વિનંતી કરી છે. આ ઉપરાંત, લોકોને આવા કૌભાંડોની તાત્કાલિક જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે.
સરકારે લોકોને નવા USSD કૌભાંડથી સાવધ રહેવા અને ભૂલથી પણ ચોક્કસ નંબરો ડાયલ ન કરવા જણાવ્યું છે. આ નંબર તમારા ફોન પર આવતા બધા કૉલ્સ હેકરના નંબર પર ટ્રાન્સફર કરશે અને એટલામાં જ તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે.
USSD અથવા અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટરી સર્વિસ ડેટા એક ખાસ સર્વિસ છે, જેના દ્વારા યુઝર્સ મોબાઇલ સંબંધિત ઘણી સુવિધાઓનો લાભ લઈ શકે છે. ખાસ વાત એ છે કે, આ સર્વિસ ઇન્ટરનેટ વિના કામ કરે છે.
ટૂંકમાં કહીએ તો, USSD કોડ ડાયલ કર્યા પછી હેકર્સ તમને તમારો મોબાઇલ નંબર ડાયલ કરવાનું કહેશે. આ રીતે તમારા ફોન પર આવતા કૉલ્સ હેકર્સ નંબર પર આવવા લાગશે. તમને ડિલિવરી એજન્ટ અથવા કુરિયરના નામે કૉલ કરવામાં આવશે.
આ પછી નેટવર્ક સમસ્યાનું કારણ આપીને તમને નવા નંબર પર કૉલ કરવાનું કહેવામાં આવશે. એવામાં ઘણા લોકો હેકર્સની વાતમાં આવીને આ નંબરો ડાયલ કરે છે.
આ ખાસ નંબરો છે, જેને ડાયલ કર્યા પછી તમારા મોબાઇલ નંબર પરના કૉલ્સ હેકર્સ પાસે જવા લાગશે. આથી, તમારે આ નંબરો સાથે કોઈપણ મોબાઇલ નંબર ડાયલ કરવાનું ટાળવું જોઈએ. જો તમે ભૂલથી આ નંબરો ડાયલ કર્યા હોય, તો તરત જ ##002# ડાયલ કરો.
આમ કરવાથી તમારા નંબર પરના બધા કોલ ફોરવર્ડિંગ બંધ થઈ જશે. આ ઉપરાંત, તમારે સંચાર સાથી એપ અથવા વેબસાઇટ પર તેની રિપોર્ટ પણ કરવી પડશે. વધુમાં ફીચર ફોન યુઝર્સ 1930 પર કૉલ કરીને કોઈપણ પ્રકારની સાયબર છેતરપિંડીની જાણ કરી શકે છે.