રાજકોટ: GIDCના અધિક્ષક ઈજનેર સામે નોંધાયો ગુનો, અપ્રમાણસર મિલકત મળી આવતા ACBએ કરી કાર્યવાહી

રાજકોટમાં લાંચિયા અધિકારી સામે એસીબીએ લાલઆંખ કરી છે. રાજકોટ જીઆઇડીસીના અધિક્ષક ઇજનેર હિતેન્દ્ર રતીલાલ પરમાર વિરુધ્ધ એસીબીમાં અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. એસીબીની તપાસમાં હિતેન્દ્ર પરમારની કુલ મિલકત પૈકી 33.37 ટકા એટલે કે અંદાજિત એક કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી, જેના આધારે એસીબીએ તેની સામે કાર્યવાહી કરી છે. એસીબીના કહેવા પ્રમાણે ઉધોગ […]

રાજકોટ: GIDCના અધિક્ષક ઈજનેર સામે નોંધાયો ગુનો, અપ્રમાણસર મિલકત મળી આવતા ACBએ કરી કાર્યવાહી
| Updated on: Oct 21, 2020 | 5:30 PM

રાજકોટમાં લાંચિયા અધિકારી સામે એસીબીએ લાલઆંખ કરી છે. રાજકોટ જીઆઇડીસીના અધિક્ષક ઇજનેર હિતેન્દ્ર રતીલાલ પરમાર વિરુધ્ધ એસીબીમાં અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. એસીબીની તપાસમાં હિતેન્દ્ર પરમારની કુલ મિલકત પૈકી 33.37 ટકા એટલે કે અંદાજિત એક કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી, જેના આધારે એસીબીએ તેની સામે કાર્યવાહી કરી છે. એસીબીના કહેવા પ્રમાણે ઉધોગ અને ખાણખનીજ વિભાગ ગાંધીનગર દ્વારા તેની મિલકતને લઇને ફરિયાદ મળી હતી. જેના આધારે તપાસ હાથ ધરતા અત્યાર સુધીમાં 3 કરોડ 59 લાખ રૂપિયાની આવક સામે 4 કરોડ 59 લાખ રૂપિયાનું રોકાણ -ખર્ચ સામે આવ્યા હતા. જેના આધારે એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો અને આગળની તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસે હિતેન્દ્ર પરમાર વિરુધ્ધ સરકારી અધિકારી દ્વારા જાહેર સેવા હેતુ હોદ્દાનો દુરપયોગ કરીને ધનવાન બનવા હેતુથી ભષ્ટ્રાચાર આચરીને રૂપિયાનું રોકાણ કર્યા હોવાનો ગુનો નોંધીને તેની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: T-20: દિલ્હી કેપીટલ્સને હરાવ્યા પછી કે.એલ.રાહુલ પણ ચોકી ઉઠ્યો, કહ્યુ ખોટુ નહી બોલુ પણ દંગ હતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો