GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ હેક, હેકિંગ પાછળ કોનો હાથ ?

|

Nov 28, 2021 | 1:55 PM

GMC website hacked : પ્રાથમિક અનુમાન મૂજબ આ વેબસાઈટ હેક કરવામાં કોઈ પાકિસ્તાની હેકર્સનો હાથ હોઈ શકે છે. કારણકે રાજ્યમાં અગાઉ વેબસાઈટ હેક કરવા પાછળ પાકિસ્તાનનું નામ ખુલ્યું હતું.

GANDHINAGAR : રાજ્યના પાટનગર ગાંધીનગરની ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ હેક થઇ જતા તંત્ર દોડતું થયું છે. GMCની વેબસાઈટ https://gandhinagarmunicipal.com/ કોઈ અજાણ્યા હેકર્સ દ્વારા હેક કરવામાં આવી છે.આ અંગે સાઈબર ક્રાઈમ વિભાગ કામે લાગ્યો છે. પ્રાથમિક અનુમાન મૂજબ આ વેબસાઈટ હેક કરવામાં કોઈ પાકિસ્તાની હેકર્સનો હાથ હોઈ શકે છે. કારણકે રાજ્યમાં અગાઉ વેબસાઈટ હેક કરવા પાછળ પાકિસ્તાનનું નામ ખુલ્યું હતું.

આ પેહલા આ વર્ષે જ એપ્રિલ મહિનામાં પાકિસ્તાની હૈકર્સ મહોમદ બિલાલ ગ્રુપ દ્વારા પ્રદેશ ભાજો અધ્યક્ષ સીઆર પાટીલની વેબસાઈટ હૈક કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની હેકર્સ દ્વારા સીઆર પાટીલની વેબસાઈટ હૈક કરીને તેમાં બ્લેક બેકગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું હતું. આ વેબસાઈટ ખોલવા સાથે વડાપ્રધાન મોદીના મોર્ફ કરેલા ફોટા સાથે હેકિંગનો મેસેજ આવતો હતો, જેમાં બલુચિસ્તાન મામલે લખાણ લખવામાં આવ્યું હતું.

તો રાજ્યની સર્વોચ્ચ અદાલત ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ પણ હેક થઈ ગઈ હતી અને વેબસાઈટમાં રીક્રુટમેન્ટનો ઓપ્શન પ્રભાવિત થયો છે. પાકિસ્તાની સાઈબર માફિયાઓએ ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ હેક કરી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : કેન્દ્રીય પ્રધાન અમિત શાહે GCMMFના મિલ્ક પાઉડર, પોલિ ફિલ્મ પ્લાન્ટ્સ, નવા બટર ઉત્પાદન પ્લાન્ટ તથા અત્યાધુનિક વેરહાઉસિંગ સુવિધાનું ઉદઘાટન કર્યું

આ પણ વાંચો : Omicron : કોરોના વાયરસના નવા વેરિયન્ટથી હીરા ઉદ્યોગકારોમાં ચિંતા, જાણો શું અસર થશે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પર

Next Video