Alert: ઓનલાઈન દવા ખરીદી રહ્યો હતો યુવક, ગઠીયાઓએ ખાતામાંથી ઉપાડી લીધા આટલા લાખ

|

May 26, 2021 | 1:25 PM

32 વર્ષીય વ્યક્તિએ ફોન પર ઓનલાઇન દવા ખરીદવાની પ્રોસેસ કરી હતી. અને આ દવા માટે તેણે એક OTP શેર કર્યો હતો. જે બાદ તેના ખાતામાંથી લાખો રૂપિયા ઉડાવી દેવામાં આવ્યા હતા.

Alert: ઓનલાઈન દવા ખરીદી રહ્યો હતો યુવક, ગઠીયાઓએ ખાતામાંથી ઉપાડી લીધા આટલા લાખ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

કોરોનના આ વાયરસના ભયાનક સમયમાં લોકો અનેક પ્રકારની સમસ્યાઓ સામે લડી રહ્યા છે. આવા સમયમાં તમે સાંભળ્યું હશે કે ઓનલાઈન લુંટ (Online Fraud) કરનારા ઠગ ખુબ સક્રિય બન્યા છે. સંપૂર્ણ માનવજાત પર કલંક એવા આ ઠગોએ ઓક્સિજન, વેક્સિન, ઇન્જેક્શનની બાબતોમાં પણ ગરીબ અને ટેકનોલોજી પ્રત્યે અણસમજુ વ્યક્તિઓ સાથે છેતરામણી આચરી છે. ઘણા એવા અહેવાલ સાંભળવા મળ્યા છે કે જેમાં માણસની મજબુરીને પારખીને ઓનલાઈન ઠગ તેમને ઠગી લે છે.

તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાગપુરથી (Nagpur) આવી જ એક ઘટના સામે આવી છે. અહીં પોલીસે મંગળવારે જણાવ્યું કે 32 વર્ષીય વ્યક્તિએ ફોન પર ઓનલાઇન દવા ખરીદવાની પ્રોસેસ કરી હતી. અને આ દવા માટે તેણે એક OTP શેર કર્યો હતો. જે બાદ તેના ખાતામાંથી 1.81 લાખ રૂપિયા ઉડાવી દેવામાં આવ્યા હતા. ઠગોએ તેની મજબુરીનો ફાયદો ઉઠાવીને તેનું એકાઉન્ટ ખાલી કરી દીધું.

ઓનલાઈન દવા ખરીદવામાં છેતરામણી

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

પોલીસે જણાવ્યું કે જેની સાથે આ ઘટના બની છે તે નાગપુરના પરટે નગરનો રહેવાસી છે. તે વ્યક્તિ રવિવારે સાંજે મેડિકલની દુકાનમાં કેટલીક દવાઓ ખરીદવા ગયો હતો, પરંતુ તે મળી નહીં. તે પોતાના ઘરે પાછો ગયો અને ઓનલાઇન દવાઓ (Online Medicine) ખરીદવાનો પ્રયાસ કર્યો. આ બાદ જ તેને કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો જેણે કહ્યું કે તે દવાઓ તેના ઘરે પહોંચાડશે.

OTP કહેતા જ એકાઉન્ટ સાફ

આ પછી શખ્સે તેને દવા સપ્લાયર માનીને તેનો ક્રેડિટ કાર્ડ નંબર શેર કર્યો હતો અને જ્યારે OTP માંગવામાં આવ્યો ત્યાતે તેણે તે પણ આપી દીધો. પરંતુ અડધા કલાકમાં જ તેના બેંક ખાતામાંથી 1 લાખ 81 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા. મંગળવારે આ કેસમાં આઈપીસીની કલમ 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: શું બાબા રામદેવે ચુકવવા પડશે 1000 કરોડ રૂપિયા? IMA એ મોકલી નોટિસ અને કરી આ માંગ

આ પણ વાંચો: Fake News: ‘કોરોના વેક્સિન લેનારનું 2 વર્ષમાં થઇ જશે મોત’, સોશિયલ મીડિયામાં વાયરલ આ મેસેજની જાણો સત્યતા

Published On - 1:24 pm, Wed, 26 May 21

Next Article