Parambir Singh Case : સુપ્રીમ કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહની ધરપકડ પર લગાવી રોક

|

Nov 22, 2021 | 3:30 PM

પરબીર સિંહના વકીલ બાલીએ કોર્ટમાં કહ્યું કે, મારા અસીલને ડીજીપી તરફથી પત્ર પાછો ખેંચવા અને ગૃહમંત્રીના મામલામાં શાંત રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

Parambir Singh Case : સુપ્રીમ કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહની ધરપકડ પર લગાવી રોક
Parambir Singh

Follow us on

Maharashtra : સુપ્રીમ કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને (Parambir Singh) ધરપકડથી રક્ષણ મેળવવાની અરજી પર સોમવારે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) પરમબીર સિંહને ચાલુ તપાસ દરમિયાન ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન પરમબીર સિંહના વકીલે કોર્ટને કહ્યું હતુ કે, પરમબીર સિંહ દેશમાં જ છે, પરંતુ તેમના જીવને ખતરો છે, તેથી તે છુપાયા છે.

આ કેસની આગામી સુનાવણી 6 ડિસેમ્બરના રોજ થશે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તમને જણાવી દઈએ કે, ગત સુનાવણી દરમિયાન કોર્ટે તેમના વકીલને પૂછ્યું હતું કે પરમબીર સિંહ ક્યાં છે, પહેલા જણાવો, પછી કોર્ટ સુનાવણી કરશે. ત્યારે સુપ્રીમ કોર્ટે આજે નોટિસ જારી કરીને મહારાષ્ટ્ર સરકાર અને CBIને 6 ડિસેમ્બર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 6 ડિસેમ્બરના રોજ થશે.

પરમબીરના વકીલ પુનીત બાલીએ જસ્ટિસ સંજય કિશન કૌલની બેંચને કહ્યુ કે, પરમબીર દેશમાં છે. જ્યારે બેન્ચે પૂછ્યું કે તેમને મુંબઈ પોલીસથી કેવી રીતે ખતરો છે. ત્યારે પરમબીર સિંહ વતી એડવોકેટ બાલીએ કોર્ટમાં કહ્યું કે તેમની વિરુદ્ધ FIR થઈ છે. તે દેશમાં છે, પરંતુ તેના જીવના જોખમને કારણે તે છુપાઈ રહ્યા છે. ઉપરાંત પરબીર સિંહ વતી એડવોકેટ બાલીએ કહ્યું કે મેં રાજ્યના ગૃહમંત્રી સામે સ્ટેન્ડ લીધું છે. આવી સ્થિતિમાં આ કેસની તપાસ CBI દ્વારા થવી જોઈએ.

CBIને કેસ સોંપવામાં આવે તો પરમબીર સિંહ હાજર થશે

સિંહના વકીલ બાલીએ કહ્યું કે, મારા અસીલને DGP તરફથી પત્ર પાછો ખેંચવા અને ગૃહમંત્રીના(Anil Deshmukh) મામલામાં શાંત રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તેમજ બાલીએ કોર્ટમાં ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરી છે. બાલીએ કહ્યું કે હું કોર્ટને જણાવવા માંગુ છું કે મારા અસીલને કેવી રીતે ધમકી આપવામાં આવી છે. તેમની સામે એક પછી એક છ એફઆઈઆર નોંધવામાં આવી. તે પણ તે વ્યક્તિ દ્વારા જેની સામે પરમબીર સિંહે તેમના કાર્યકાળ દરમિયાન કાર્યવાહી કરી હતી. બાલીએ પરમબીર સિંહ વતી કહ્યું કે આ મામલાની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ. જો CBI આ કેસની તપાસ કરે તો પરમબીર કોઈપણ CBI અધિકારી સમક્ષ હાજર થવા તૈયાર છે.

 

આ પણ વાંચો: સમીર દાઉદ વાનખેડે તમે આ શું કર્યું ?, નવાબ મલિકે વાનખેડેના નિકાહની તસવીર શેર કરીને ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો: Mumbai : આ બોલીવુડ અભિનેતાની પત્નીની ધરપકડ, હની ટ્રેપમાં વસૂલ્યા હતા કરોડો રૂપિયા

Published On - 1:49 pm, Mon, 22 November 21

Next Article