AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલીવુડ જાણીતા અભિનેતા સહિત મુંબઈના 9 હાઈપ્રોફાઈલ લોકો સામે બળાત્કાર અને છેડતી અંગે FIR

મુંબઈના બ્રાંદ્રા પોલીસ સ્ટેશનમાં જાણિતા અભિનેતા સહિત કુલ 9 હાઈપ્રોફાઈલ લોકો વિરુદ્ધ બળાત્કાર અને છેડતીનો કેસ નોંધાયો છે. આ મામલે હાલ પોલીસે તપાસ શરુ કરી દિધી છે. 

બોલીવુડ જાણીતા અભિનેતા સહિત મુંબઈના 9 હાઈપ્રોફાઈલ લોકો સામે બળાત્કાર અને છેડતી અંગે FIR
પ્રતિકાત્મક તસ્વીર
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: May 31, 2021 | 4:08 PM
Share
મુંબઈનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ચોકાવનારો કિસ્સો એટલે મોડેલ સાથે રેપનો. આ કેસમાં આરોપીઓની યાદીમાં એવા લોકોના નામ છે કે જે બોલીવુડના હાઈપ્રોફાઇલ ગણાય છે. સેલેબ્રિટીમાં સામેલ છે. જેમની પાસે નવા ટેલેંટ, ફિલ્મ ક્ષેત્રે કામ મેળવવાની આશા રાખતા હોય. આવા ન્યુકમર્સ બોલીવુડમાં પોતાનું કેરિયર શરુ કરવા માટે તનતોડ મહેનત કરવા તૈયાર હોય છે.  પણ બોલીવુડમાં કાસ્ટિંગ કાઉચ (casting couch) અને મી ટૂ (Me too) જેવા બનાવનો કોઈ અંત દેખાતો નથી.

અભિનેતાની વિરુદ્ધ પણ છેડતીનો કેસ દાખલ કરાયો માયાનગરી મુંબઈમાં હિરોઈન બનાવવાના નામ પર કેટલીય છોકરીઓ અને મોડેલ સાથે કુકર્મ થતા હોય છે. અવાર નવાર આવા કિસ્સા પોલીસ ચોપડે ચડતા હોય છે. આજે પણ આવો જ એક મામલો હાલ સામે આવ્યો છે. જેમાં મુંબઈમાં 9 હાઈપ્રોફાઈલ લોકો વિરુદ્ધ બળાત્કાર અને છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે.

મુંબઈ સ્થિત એક મોડેલ યુવતીએ, બોલિવૂડના જાણીતા અભિનેતા સહિત કુલ 9 લોકો પર છેડતી અને બળાત્કારનો આરોપ લગાવ્યો છે (Model FIR) આમાં જાણીતા ફોટોગ્રાફર સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

બાંદ્રા પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ મોડેલે આરોપ લગાવ્યો છે કે મોડેલિંગમાં મોટી તક આપવાના નામે 2014 થી 2018 ની વચ્ચે તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

કોણ છે આ કેસના તમામ આરોપી ?  પોલીસના જણાવ્યા મુજબ મોડેલે ફોટોગ્રાફર તેમજ જાણીતા અભિનેતા સહિત 9 લોકો પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. અને તમામ વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.

મોડેલનો આરોપ છે કે જાણિતા અભિનેતાએ બાન્દ્રામાં તેની સાથે છેડતી કરી હતી, એક આરોપીએ સાન્તાક્રુઝની ફાઈવ સ્ટાર હોટલમાં, 2015માં અંધેરીની એક બિલ્ડિંગમાં તેની છેડતી કરી હતી.

વળી, મોડેલનો આરોપ છે કે વર્ષ 2018માં વિલે પાર્લેની એક બિલ્ડિંગમાં તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. મોડેલની ફરિયાદ બાદ તમામ આરોપીઓ સામે આઈપીસીની કલમ 378 (એન), 354 અને 34 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Follow Us
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
g clip-path="url(#clip0_868_265)">